________________
(૨)
ભેજપ્રબંધ ભાષાંતર. અંગના આભૂષણોના કિરણે વડે આકાશમાં ઇંદ્રધનુષ રચે છે, જે અરિહંતના મુખરૂપી કમળમાં કીડા કરતી હંસીની જેવી શોભે છે તથા જે કવિસમૂહને મનવાંછિત પૂર્ણ કરવામાં કામધેનુ સમાન છે તે શ્રી સરસ્વતી દેવી તમોને કલ્યાણ આપે.
હું શ્રી સેમસુંદર ગુરૂને, સૂરીશ્વર શ્રી રત્નશેખર નામના આચાર્યને અને શ્રી નંદરત્ન નામના ગુરૂને ભક્તિથી ત્રણે સંધ્યાકાળે વંદન કરું છું.
મેં શ્રી ભેજરાજાના નાના નાના ઘણા પ્રબંધ જોયા તથા સાંભળ્યા છે, તે સવના નિધાન (ભંડાર ) રૂ૫ આ મોટો પ્રબંધરાજ પંડિતાના વિનેદને માટે હું ગદ્ય (પદ્ય) રૂપે રચું છું.
ઉકરડામાં રત્નની જેમ અને લવણ સમુદ્રમાં મીઠા પાણીના કુવાની જેમ આ અસાર સંસારમાં ભાજન અને પાશકાદિક દશ દષ્ટવડે દુર્લભ એવે આ મનુષ્યભવ પામીને જેમ નિધન માણસ ધનને મેળવવા માટે યત્ન કરે તેમ પંડિત પુરૂષે શ્રી જૈન ધર્મના આરાધના માટે યત્ન કરવો જોઈએ. કહ્યું છે કે- જેમ પ્રધાન વિનાનું રાજ્ય, શસ્ત્ર વિનાનું સૈન્ય, નેત્ર વિનાનું મુખ, મેઘ વિનાની વર્ષા ઋતુ, કૃપણુતાવાળો ધનિક, ઘી વિનાનું ભેજન, દુષ્ટ શિયળવાળી સ્ત્રી, માયાવી મિત્ર, પ્રતાપ વિનાને રાજા, અને ભક્તિ વિનાને શિષ્ય વખાણવા લાયક નથી, તેમ ધમ વિનાને માણસ વખાણવા લાયક નથી.”
ધર્મ ચાર પ્રકારનો છે–દાન, શિયન, તપ અને ભાવ. આ ચાર પ્રકારના ધર્મની આરાધના કરનાર મનુષ્યને સર્વ સંપત્તિઓ હાથમાં જ રહેલી છે. જોકે દાનાદિક ચારે પ્રકારનો ધમ તે તે પ્રકારના અનુપમ ગુણવડે યુક્ત હોવાથી તેમાં કાંઈ જૂનાધિતા નથી, તો પણ જેમ સર્વ જાતિના કલ્પવૃક્ષમાં પારિજાત કલ્પવૃક્ષનું પ્રધાનપણું કહેવાય છે તેમ પંડિતે દાનધર્મનું પ્રધાનપણું માને છે. કહ્યું છે કે –“ શુદ્ધ એવા શિયળ, તપ અને ભાવ પણ પોતાની પહેલાં દાનને ધારણ કરે છે, તેથી હે લેકે ! સર્વ કાર્યમાં દાનને જ મુખ્ય જાણે.” જગતમાં પણ મનુ દાનથી જ મેટાઈને પામે છે, પરંતુ ઉંચા અધાદિક ઉપર ચડીને ચાલવાથી કાંઈ મેટાઈ પામતા નથી. કહ્યું છે કે શરીરે વ્યાધિવાળા માણસને પણ પાલખી વિગેરે સુખાસનમાં બેસાડાય છે,
૧. પ્રતમાં ક્ષીર સમુદ્ર છે તે ઠીક લાગતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org