________________
અધિકાર ૪છે.
(૧૫) તેને શું દુ:ખ હશે? એમ વિચારી રાજાએ તેનું દુ:ખ જાણવા માટે પોતાના અંગરક્ષકને મોકલ્યો. તે અંગરક્ષકે તેના વૃત્તાંત જાણું રાજા પાસે આવીને કહ્યું કે –“હે સ્વામિન ! મારે પૂછવાથી તે સ્ત્રીએ મને આવા અર્થવાળે લોક કહ્યો કે–આ માંચામાં રહેલો મારે પતિ વૃદ્ધ અને અંધ છે, આ ઘરમાં માત્ર એક થાંભલે જ બાકી રહ્યો છે. વર્ષાઋતુનો કાળ નજીક આવ્યો છે, પુત્ર પરદેશ ગયે છે, તેની કુશળ વાર્તા પણ આવી નથી, યત્નથી સાચવી રાખેલી તેલની ઘડી પણ ભાંગી ગઈ છે, તેથી હું વ્યાકુળ થઇ છું, વળી ગભરના ભારથી આળસુ થયેલી આ પુત્રવધુને જોઈને હું તેની સામુ લાંબે સ્વરે રૂદન કરું છું. તે સાંભળી દયાના સાગર રાજાએ તેણીને લક્ષ દ્રવ્ય આપ્યું.
ત્યાંથી અન્ય માર્ગે જતાં રાજાએ કઈ વૃદ્ધ વિપ્રને શીતથી પીડાતો જોઈ પૂછયું કે –“હે શ્રેષ્ઠ વિપ્ર ! તમને શીત બાધા કરે છે ?” તે વૃદ્ધ વિપ્ર બેલ્યો કે-“હે ભાગ્યવંત! મેં ઘણું કાળ સુધી શીતને સમૂહ સહન કર્યો છે, પણ હવે તો પ્રાત:કાળે જ મારા શીતને નાશ થવાને છે.” રાજાએ પૂછ્યું-“શી રીતે ? ” વિઝ
–“હે મહા ભાગ્યશાળી ! હું કંકણ દેશથી અહીં આવ્યો છું, પ્રાત:કાળે ભેજરાજાનાં દર્શન થવાથી તરતજ શીતનો ક્ષય થશે.” રાજાએ કહ્યું- હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! ધારાનગરીને રાજા પ્રાયે કરીને વિદ્વાનોને જ વિત્તદાન કરે છે, બીજાને દાન આપતા નથી એમ સંભળાય છે. બ્રાહ્મણ બા –“ અમે પણ ચાર વેદ ભણુએ છીએ અને તેની વ્યાખ્યા કરીએ છીએ. વળી ભેજરાજા દયાળુ છે, પણ નિર્દય નથી એમ અમે જાણીએ છીએ; તેથી તે બાબતને અમને ભય નથી.” તે સાંભળી રાજાએ તેને દિવ્ય વસ્ત્ર અને સર્વ આભરણે આવ્યાં અને રાજા પોતાના મહેલમાં આવ્યો. ત્યારપછી પ્રાત:કાળ થતાં તે બ્રાહ્મણે પોતાનું પ્રાત:કર્મ કરી રાજાના પ્રાસાદમાં આવી દ્વારપાળને કહ્યું કે-“હે ભાગ્યવંત ! અમે રાજાના દર્શનની ઈચ્છા રાખીએ છીએ.” ત્યારે દ્વારપાળે જઇને રાજાને કહ્યું કે હે દેવ ! કે કોંકણ દેશને નિવાસી બ્રાહ્મણ દ્વાર પાસે આવી ઉભે છે.” રાજાએ તેને પ્રવેશ કરાવવાનું કહ્યું, એટલે તે બ્રાહ્મણ સભામાં આવી રાજાને જોઈ આવા અથવાળ કલેક બેલ્યો કે–“હે ભોજરાજા ! તમારા યશરૂપી સમુદ્રમાં ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org