________________
(૧૦૨).
ભોજપ્રબંધ ભાષાંતર. એકદા વૃષ્ટિના અભાવથી દેશમાં દુકાળ પડશે એ ભય થવાથી શ્રી ભોજરાજા સમગ્ર માલવદેશના લકે સહિત ઉજાયની નગરીમાં રહેલા મહાકાળી નામના પ્રાસાદમાં મહાદેવને નમસ્કાર કરવા આવ્યા. ત્યાં કેટલાએક નાટક કરવા લાગ્યા. કેટલાએક મહાદેવના ગુણગર્ભિત ગીત ગાવા લાગ્યા, કેટલાએક નિવેદ્ય ધરવા લાગ્યા, કેટલાએક વિકસ્વર પુવડે મહાદેવની પૂજા કરવા લાગ્યા અને કેટલાએક શંકરની પાસે યાત્રા તથા ભેગની માનતા કરવા લાગ્યા. તે વખતે સોમ નામના કવિએ એમને સાત કલેકેવડે શિવની સ્તુતિ કરી, તોપણ શેષ માત્ર (જળને લેશ) પણ નહીં પડવાથી તે મનમાં ખેદ પામી કેપથી બે કે “જેના ઘરમાં સાક્ષાત લક્ષમી વસે છે, અને જેને શરીર વિનાને (કામદેવ-પ્રદ્યુમ્ન) પુત્ર છે, તે કેટભના શત્ર કૃષ્ણ ક્ષીરસાગરમાં શેષનાગ ઉપર સુખેથી સુતા છે; પરંતુ જેના ઘરમાં ચંડી નામની ભાર્યા છે અને જેને ગજાનન (ગણપતિ) તથા વડાસ્ય (છ મુખવાળો કાર્તિક સ્વામી) નામના પુત્રો છે, તે દિશારૂપી વસૂવાળ મહાદેવ કેમ જળની વૃષ્ટિ કરવા માટે ઇંદ્રને આદેશ નથી આપતે ?” તે સાંભળી તે મહાકાળ નામના મહાદેવ કેપ પામ્યા, તેથી ચતરફ કલ્પાંતકાળના વાયુ જેવા વાયુ વાવા લાગ્યા અને ચેતરફથી ઉડી ઉડીને ધૂળના દગલાઓ થવા લાગ્યા. તે વખતે ધૂળનો સમૂહ પડવાના ભયથી રાજા વિગેરે સર્વ લેકે આકુળવ્યાકુળ થઈ ગયા. ત્યારે તરતજ જયદેવ નામના કવિએ દેરાસરના દ્વારમાં ઉભા રહી હાથ ઉંચા કરી સમગ્ર લેકની સમક્ષ કહ્યું કે- ધીર પુર ! અનાવૃષ્ટિનું દુ:ખ તજી દે. હવે આ મહાદેવના ચિત્યમાં જયેદવ નામને કવીશ્વર પ્રવેશ કરે છે. તે કવિની વાણી સાંભળતાં જ મહાદેવનું મસ્તક અત્યંત કંપશે, તેથી તેના મસ્તક પર રહેલી ગંગા ખલના પામશે, અને તેના સંગથી પૃથ્વી પર ઘણું જળ થશે.”
આ પ્રમાણે બેલતાં જ મહાકાળ પ્રસન્ન થયા, તેથી ક્ષણવારમાં જ વ્યંતરદેવના પ્રભાવથી આકાશમાં કાજળના પુંજ જેવા મનોહર વાદળાંએ ચડી આવ્યાં, ગરવવો જગતના લોકોના કવિવર જર્જરિત થઈ ગયા, ત્રણ દિવસ સુધી અખંડ ધારાએ વરસાદ વરસ્યો અને પૃથ્વી જળમય થઇ ગઇ. તે જોઇ હર્ષ પામેલા ભોજરાજાએ તે જયદેવ કવિને ત્રણ લાખ સોયા આયા. ત્યારપછી સવ લોકોએ મળીને પણ એક લાખ નયા આપ્યા. આ રીતે ચાર લાખ ટંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org