SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૩ જો. ( ૮૩ ) કરૂ ? ” શિષ્યે કહ્યું-આ સુવર્ણ ના ટકે તમે તમારા નામના પડાવા છે. તે મારા ગુરૂના દંડની મુદ્રાથી અતિ કરાવો.” રાજાએ તે પ્રમાણે કર્યું; એટલે યોગીએ તેને વિદ્યા આપી. ત્યારપછી તે ટક દંડાલ એવા નામે પ્રસિદ્ધ થયા. એકદા કાઈ યોગીના શિષ્ય ધારાનગરીમાં ભિક્ષા માગવા ગયા. ત્યાં કોઇ રોઇના પુત્રના વિવાહ થતા હતા. તે શ્રેષ્ઠીપુત્રે તેના પાત્રમાં પકવાન્ન વિગેરે ઉત્તમ ભિક્ષા આપી. તે લઇ તે પેાતાના આશ્રમમાં આવ્યા. તે જોઈ તેના ગુરૂએ તેને પૂછ્યુ કે—આ નગરીમાં તારા કોઈ સ્વજન રહે છે કે જેથી આવી ઉત્તમ ભિક્ષા તું લાબ્યા ?” ત્યારે તે મેલ્યા કે— ના, મારા કાઇ સ્વજન તે અહીં નથી રહેતા, પરંતુ એક શ્રેષ્ઠીને ઘેર તેના પુત્રના પગમાં બેડી નખાતી હતી ત્યાંથી મને આ ભિક્ષા મળી છે. વળી જેના પગમાં હાલ ખેડી નાંખવામાં આવે છે, તેને કેટલાક વર્ષ પછી તે એડીમાં ખીલી નાંખી તેને મજબૂત કર્વામાં આવશે.” આના ભાવાર્થ એ છે કે અત્યારે તે શ્રેષ્ઠીપુત્ર શ્રી પરણવાથી શ્રીપરના સ્નેહરૂપી એડીમાં પડે છે, તે કેટલેક વર્ષે પુત્રજન્મ થવાથી તેનાપરના પ્રેમરૂપી ખીલી તે એડીમાં પડશે, એટલે અમણા સંસારના બધનમાં પડશે. ’ (6 એક્દા ધારાનગરીમાં મુજની દાસી અને તેજ નગરીમાં વસનારા કોમળ નામના વ્રતી ( યાગી )ની દાસી શાક વેચનારની દુકાને શાક લેવા આવી. તે બન્નેએ એકજ કાળાની માગણી કરી. તેમાં વધતાં વધતાં છેવટ બે હજાર કપર્દીઓ-કાર્ડીઆવડે તે કાળુ વતીની દાસીએ લીધું. પછી તેણીએ મુંજની દાસીને કહ્યું કે તુ શુ બડાઇ મારે છે ? તારા મુજ મારા ગુરૂપાસે એક ગુજા ( ચઘેાડી ) બરાબર છે.” તે સાંભળી લજ્જા પામેલી સુજની દાસીએ ભેાજરાજા પાસે જઈ વૃત્તાંત કહ્યું. રાજાએ વિસ્મય પામી વ્રતીને એલાવી પૂછ્યુ’, ત્યારે તેણે કહ્યું કે “હે રાજન! મારી દાસીએ જે કહ્યું તે સત્યજ છે.” એમ કહી તે વ્રતીએ ઇંટોના મોટા ઢગલામાં એક ગુજા પ્રમાણ ચણ નાંખ્યું, તેથી તે સવ થા સુવર્ણની થઈ ગઇ. આ પ્રમાણે મુંજના અખુટ કાર્સના બળથી તથા તે યાગીએ આપેલી સુવર્ણ સિદ્ધિવડે સુવર્ણના અખૂટ કરેલા પોતાના કાશન ખળથી શ્રી ભોજરાજા લક્ષાદિક અનર્ગળ દાન આપવા લાગ્યા. ઇતિ ભેાજરાજાના દાનના પ્રબંધ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy