SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૨] ___ महाकवि दण्डीना समयनो हिंदुसमाज [१२१ લીધું. પોતે કાર્તાિતિકના વેશમાં હોઈને તથા સામુદ્રિક વિદ્યાનો જાણકાર હોવાથી લોકો તેને પોતાની કન્યાઓ બતાવવા લાગ્યા. શુભ ચિહ્નો ધારણ કરતી સુંદર સવર્ણ કન્યા એના જોવામાં આવતાં સાથે લીધેલું પસ્તાનું બતાવી તેમાંથી સરસ અન્ન બનાવી પોતાને જમાડવાનું કહેતો, પણ તેની સઘળે સ્થળે મશ્કરી થતી. ફરતાં ફરતાં શિબિ દેશમાં કાવેરી નદીના તીરપર એક શહેરમાં તે આવ્યો. ત્યાં તેને એક આછાં અલંકાર ધારણ કરતી અતિ સુંદર કન્યા એની ધારે બતાવી. એના લાવણ્યથી અને એના શરીરપરનાં માંગલિક ચિહ્નોથી તે આકર્ષાયો અને તેને શાલિ પસ્તાનામાંથી સચિર ભોજન બનાવવાને કહ્યું. તે કન્યાએ ધાવ સામે દૃષ્ટિ કરતાં તેની અનુમતી મળેથી ધાન્યનું પોટલું લઈ પાણીથી છાંટેલા અને લીપેલા એક ઊંચા સ્થળપર પગ ધોવાનું પાણું આપી એને બેસાડ્યો. પછી એણે તે સુગંધયુક્ત શાલિને તડકે સહેજ સૂકવી, બત્તાથી છડી, ચોખા ભાગે નહિ એમ છોડાં છુટાં કર્યો. છોડાં ધાવને ઘરેણાં સાફ કરનારા સોનીઓને વેચાતાં આપવા માટે આપ્યાં. એના પૈસામાંથી બાળવાનાં લાકડાં, રાંધવાનું પાત્ર અને એ માટીનાં પાત્ર લાવવા સૂચના કરી. પછી તે ચોખાને અર્જુનના કાછના ખાંડણિયામાં છેડા પર લોખંડનો પાટો જડેલા ખદિરના સાંબેલાથી આંગળીવડે વારંવાર ફેરવી ફેરવીને ખાંડ્યા અને સૂપડાથી ઝાટક્યા. એની કુશકીમાંથી કણ અને ધૂળ જૂદાં કરી ચોખાને અનેક વખત ધોયા, અને ચૂલાની પૂજા કરી ઉકળતા પાણીમાં ઓર્યા. ચોખાને દાણેદાણ કળીની માફક છૂટો પડી રંધાયો એટલે તેણે દેવતા ઓછો કરી પાત્રનું મોં બંધ કરી ઓસામણ નીતારી લીધું અને કડછીથી ચોખા સહેજ હલાવી ભાત સીધેથી પાત્ર ચૂલા પરથી ઉતારી લીધું. લાકડાં થોડાં બળેલાં લેવાથી છાંટી નાખી બુઝાએલા અંગારાને કોલસા બનાવી જેને તેની જરૂર હેય તેને વેચી દેવા માટે ધાવને આપ્યા. તેના પૈસામાંથી શાક, ઘી, દહીં, તેલ અને આમળાં વગેરે લાવવાની સૂચના કરી. તેમાંથી બે ત્રણ મશાલાના પદાર્થો તૈયાર કરી ભીની રેતપર મૂકેલા નવા માટીના પાત્રમાં ભરેલા ઓસામણને તાડપત્રના પંખાથી ધીમે ધીમે પવન નાખી ઠંડુ કરી તેમાં મીઠું નાખ્યું. પછી અંગારામાં નાખેલા પથી સુવાસિત કરી તથા આમળા આદિ મશાલાનું સૂક્ષ્મ ચૂર્ણ કરી કમળ જેવું સુગંધી બનાવી, આગંતુકને ધાવ મારફત સ્નાન કરવા કહેવડાવ્યું. નહાવા ગયો ત્યાં નહાઈ ધોઈ શુદ્ધ થએલી ધાવે તેને તેલ અને આમળાં એક પછી એક આપ્યાં અને તેણે સ્નાન કર્યું. પછી તેને છાંટેલી અને માર્જન કરેલી ફરસબંધીવાળી જમીનપર ઢાળેલા પાટલા પર બેસાડ્યો. આંગણામાં ઉગેલી કેળના ત્રીજા ભાગના કાપેલા પત્રપર બે ભીનાં વાસણોને સ્પર્શ કરી ક્ષણવાર તે થોભો. પછી તેણે આણેલો કન્યાએ પીવાનો પદાર્થ (ઓસામણ) પ્રથમ પીધો. તે પીવાથી પ્રવાસનો થાક ઉતરી ગયો અને તેને આનંદ થયો એટલે શરીરે પ્રસ્વેદનાં બિંદુ કૂટવા સાથે તે ઘડીભર બેઠો. પછી રાંધેલા ભાતમાંથી બે કડછી જેટલો ભાત અને થોડું ઘી, મશાલ અને શાકાદિ પદાર્થ તેને આપ્યા. ત્રિકટચૂર્ણમિશ્રિત દહીં તથા શીતળ અને સુગંધિ છાસ સાથે તેણે તે આરોગ્યું. તેને અતિશય તૃપ્તિ થવા છતાં રાંધેલા ભાતમાંથી થોડો વધ્યો. પછી તેણે પીવાનું પાણી માગતાં કન્યાએ નવા માટીના ઘડામાં ઠારેલું, અગર ધપ દીધેલું તથા ૨.૧૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy