________________
अंक १] धर्माभ्युदय महाकाव्य अने महामात्य वस्तुपाल-तेजपाल [८१ પતિ બની તથભિવંદન કરે છે તેને ધન્ય છે. પૂર્વના પુણ્યયોગે આત્મઉદ્ધારક સંઘપતિપણું પ્રાપ્ત થાય છે. સંઘપતિએ સૌથી પ્રથમ ગુરૂની આજ્ઞા લઈ પૂર્ણ ઉત્સાહ સાથે સંઘપ્રસ્થાનનું મુહૂર્ત નકકી કરવું. પોતાની સાથે રથયાત્રામાં આવવા માટે સાધર્મિકોને બહુમાનપુર:સર આમંત્રણ પત્રિકાઓ મોકલવી. તેમને વાહન વગેરેની વ્યવસ્થા કરી આપવી. જલોપકરણ, છત્ર, દીપધારણ કરનારા (મશાલચીયો) ધાન્ય, વૈદ્ય, દવાખાનું, ચંદન, અગર, કર્પર, કેસર, વસ્ત્ર વગેરે માર્ગમાં ઉપયોગી તેમજ જિનાર્ચ નાદિમાં ઉપયોગી સામગ્રી તૈયાર કરી સાથે લેવી. શુભ મુહૂર્ત પોતાના ઈષ્ટદેવને પુણ્યપવિત્ર તીર્થ જળવડે સ્નાન કરાવી તેમની વિવિધ ઉપચારોવડે પૂજા રચવી. તેમની સામે બેસી ગુરૂપદેશ પ્રમાણે સંઘપતિ દીક્ષાને ગ્રહણ કરવી. દિપાળોને મંત્ર સાથે અલિપ્રદાન કરવું અને પુષ્પ, વસ્ત્રો, તથા મંત્રાદિકવડે પૂજિત રથમાં પ્રભુને પોતે પધરાવવા. ગુરૂને આગળ કરી સંઘ ચૈત્યવંદન કરવું. ક્ષુદ્રોપદ્રવોનો નાશ કરવા કવચ, મંત્ર, અઢપ્રયોગો વગેરેને ગુરૂ સન્નિધ અભિમંત્રણ કરી સાથે રાખવા અને જયધ્વનિમંગલધ્વનિ કરતા વાજતે ગાજતે શહેરમાંથી નીકલી નગરની નજદીકમાં જ મંગલપ્રસ્થાન કરવું. પછી વિવિધ સ્થાનોથી યાત્રા કરવા માટે આવતા સાધમિકોને ધન, વાહન, વગેરેની સહાય આપી સત્કાર કરવો. સાથે આવેલા બંદી (ભાટ, ચારણ વ.), ગાયક (ગાયન – સ્તવન કરનારા) અને મહાત્માઓને વસ્ત્ર, ભોજ્ય, દ્રવ્ય વગેરેથી સત્કારવા. માર્ગમાં આવતાં ચેત્યોનું પૂજન કરવું અને ખડિત હોય તેનો જીર્ણોદ્ધાર કરાવવો. ચૈત્યવગેરેનો વહીવટ કરનાર સાધમિકોનું વાત્સલ્ય અને વહીવટની તપાસ કરવી. દીનને દાન અને ભયવાળાઓને અભય પ્રદાન આપી બંદી (કેદી) મનુષ્યોને બંધન મૂક્ત કરવા. પંકમગ્ન (કાદવમાં ખેંચી ગએલાં, શકટો (ગાડાઓ)ને બહાર કઢાવવા, ભાંગી ગયા હોય તેને પોતાના શિલ્પીઓ પાસે તૈયાર કરાવવા. ક્ષધિને અન્ન, તૃષિને જળ, વ્યાધિગ્રસ્તોને ઔષધ, અને શ્રમનિઃસહોને વાહન વગેરેને બંદોબસ્ત કરી આપવો. પોતે બ્રહ્મચર્ય, તપ, શમ વગેરે ધમૌનું યથોક્ત પાલન કરવું. ક્રમ પ્રમાણે આવતાં તીર્થોમાંથી પુપાધિવાસિત પવિત્ર જળ ના ઘડાઓ ભરી લેવા અને ગૈલોક્યપતિ જિન ભગવાનનો સ્નાત્ર પૂજા મહોત્સવ રચવો. તેવા મહોત્સવોમાં દૂધ, દહિં, કર્પર વડે પંચામૃત સ્નાત્ર અવશ્ય કરવું. પ્રભુને ચંદન, કપૂર, કસ્તૂરી વગેરેનું વિલેપન કરવું. સ્વર્ણભરણ, પુપમાળા અને વસ્ત્રાદિક પદાર્થો અર્પણ કરી અગરૂ, ચંદન આદિ સુગંધિ દ્રવ્યોનો ધૂપ આપવો. કર્પરની આરાત્રિક કરી પુષ્પાંજલિ અર્પવી અને વિવિધ સાધન સામગ્રી સાથે ચૈત્યવંદન – દેવવંદન કરવું.
માલાધારણ અને મુખઘાટન મહોત્સવ વખતે દેવ-દ્રવ્યની વૃદ્ધિ માટે તેમાં સ્વશકત્યનુસાર દ્રવ્ય કોષાગારમાં અર્પણ કરવું અને ગદ્ગદ્વાણુ વડે દીનતા દર્શાવી પ્રભુનું અંતઃકરણ પૂર્વક શુદ્ધ ભાવથી સ્તવન કરવું. આમ પ્રભુના પૂજન અર્ચન કાર્યો કરતાં તીર્થયાત્રા કરી તીર્થાધિરાજનું ધ્યાન કરતા કરતા શુભ મુહૂર્ત નગર પ્રવેશ કરવો અને પ્રભુને ઘેર પધરાવવા. ઘેર આવીને ધર્મબંધુઓ, મિત્રવય, પૌરજનો સહિત શ્રીસંઘનું ભજનાદિ વડે સામિવાત્સલ્ય કરવું. સૂરિશ્રી વધુમાં કહે છે કે સંઘપૂજા એ મહાદાન છે અને એ ભાવયજ્ઞ ગણાય છે. પરોપકાર, બ્રહ્મવતાચરણ,
૨.1.11.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org