SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અં ?] સાદનું વ [૬૭ શબ્દનું અનેકરંગી અર્થવર્તુળ હવે આ શબ્દબિંબો કે શબ્દો આપણા મનમાં એકલા અટુલા નથી રહેતા. એક તો આપણે જે અનેકરંગી પ્રસંગો અને પરિસ્થિતિઓમાં અમુક શબ્દ વપરાતો જોયો જાણ્યો હોય છે, તે બધાનો પાસ એ શબ્દને લાગે છે; અને સૂક્ષ્મ અર્થોના ઝીણાજાડા તાંતણાઓનું જાળું શબ્દની ચોતરફ બંધાય જાય છે. એક દાખલો લઈએ. “બે માતા અને બાલક”, “બાળકબુદ્ધિ”, “માનવી મૂળ તો પ્રકૃતિનું બાળક”, “કુટુંબ જીવનની અને જાહેર જીવનની આટઆટલી જવાબદારીઓ સ્વીકારવા છતાં તેના હૃદયને બાળકભાવ હજી જરા પણ ઓછો નથી થયો”, “શ્રી બાળકરામની સેવાની જોઇતી કદર હજી થઈ નથી”, વગેરે પ્રયોગોમાંના બાળક શબ્દની વિવિધ અર્થસૂચકતા તે શબ્દનો ઉપયોગ કરનાર જાણતો હોય છે. ઉપરાંત તે શબ્દના અર્થની ચિત્રવિચિત્ર રંગોળીમાં વ્યક્તિગત અનુભવની પણ ભાત પડે છે. સૂતિકાગ્રહની પરિ. ચારિકા, અનાથાશ્રમના સંચાલક, સંતતિનિયમનનો અભ્યાસક, કવિ, માતા, કેળવ[કાર એ સૌના “બાળક” શબ્દ સાથે જડાયેલા સંસ્કારો કંઈક અંશે એકબીજાથી નિરાળા અને વિશિષ્ટ પ્રકારના હોય છે. વળી કોઈના જીવનમાં કોઈ બાળક સાથે એવો પ્રસંગ બન્યો હેય કે તેની સમૃતિની સાથે તે સદાને માટે જડાઈ ગયો હોય. તેવી વ્યક્તિને કાને “બાળક” શબ્દ પડતાં જ તેનો ભૂતકાળનો અનુભવ પાંગરી ઊઠે છે. એટલે તેના માનસે રચેલા “બાળક” શબ્દના અર્થવર્તુળમાં આ વિશિષ્ટ તત્તવો પણ સમાસ થએલો હોય છે. દરેક શબ્દનું આ પ્રમાણે જ સમજવાનું. શબ્દબિંબોનો શ્રેણીબંધ પણું બીજું વધારે ધ્યાન ખેંચે તેવું તે એ છે કે આપણા ચિત્તપર છપાયેલા શબ્દો સમાજપ્રેમી માનવીની માફક પોતાના ધ્વનિ, રૂપ અને અર્થ સાથે થોડી ઘણી સગાઈ ધરાવતા બીજા શબ્દો સાથે મળીને અલાયદી ટોળીઓ જમાવતા હેય છે. લીધું, દીધું, પીધું, કીધું, ખાધું. ચડવું, પડવું, લડવું, રડવું, દડવું, જડવું. ચડસાચડસી, મારામારી, ગાળાગાળી, કાપાકાપી, મુક્કામુક્કી. દેવદેવો, માણસ-માણસો, સમાજ • સમાજ, ગુલાબ-ગુલાબો. ચડવું ચડ-ચડાણ, ઊતરવું-ઊતર - ઉતરાણ, માંડવું -માંડ-મંડાણ આમ સમાનરૂપ અને સમાન ધ્વનેિ શબ્દોની ટોળીઓ બંધાય છે, કોઈ વ્યક્તિએ અમુક રૂપ કદી ન સાંભળ્યું હોય છતાં બીજા તેવા સંબંધોને આધારે તે તેને તરત ઘડી કાઢે છે. દાખલા તરીકે કોઈએ “દીધું' એવું રૂપ દેવું ના ભૂતકાળ માટે યોક્યું, તો કાં તો તેણે “દેવું ના ભૂતકાળ તરીકે “દીધુ' વપરાયેલે સાંભળ્યો હોય, તેનું બિંબ તેની સ્મૃતિમાં સંઘરાયું હોય અને આ પ્રસંગ આવતાં તેનો ઉપયોગ તેણે કર્યો હોય; (૨) કાં તો પહેલાં સાંભળેલું હોય છતાં તેની સ્મૃતિમાં એટલા ઝાંખા સ્વરૂપમાં રહ્યું હોય કે જે તેના મનમાં આ “દીધું? રૂપને સરખા સ્વરૂપવાળાં બીજાં રૂપે (°લીધું', પીધું', વગેરે)નો સહયોગ ન થયો હોત તો તેને આ પ્રસંગે “દીધું યાદ કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy