________________
३४] भारतीय विद्या
[वर्ष ३ ધનપાલની “ભવિસયત્ત કહા” પછી તેરમી અને ચૌદમી સદીમાં કોઈએ સંસ્કૃતપ્રાકૃતાદિમાં પંચમી કથા વિષે કાંઈ લખ્યું હોય તેવું જાણવામાં નથી. પંદરમી સદીમાં વિબુધ શ્રીધર નામના કોઈ દિગંબર જૈન વિદ્વાને “ભવિષ્યદત્ત ચરિત” સંસ્કૃતમાં લખ્યું હેવાનું બહાર આવ્યું છે. આ ભવિષ્યદત્ત ચરિત્ર પંચમી વ્રતને અનુલક્ષીને ધનપાલના “ભવિસ્મયત્ત કહાની પેઠે લખવામાં આવ્યું હોય એવો પૂરતો સંભવ છે. ભાષા સંસ્કૃત છે. પત્ર સંખ્યા ૭૯ ની છે અને લિપિસંવત ૧૪૮૬નો છે. એ ઉપરથી એમ માની શકાય કે તે સંવત ૧૪૮૬ પહેલા થયેલ હશે. દિલ્હીના ધર્મપુરા મહેલ્લામાં આવેલા નયામંદિરના ભંડારમાં આ ગ્રન્થની પ્રતિ છે. જુઓ “અનેકાંત”જૂન, ૧૯૪૧- પૃ૪-૩૫૦.
આ પછી વિક્રમની સોળમી સદીમાં સિંહસેન અમરનામ રઈધુએ (દિગંબર જૈન) મહેસર ચરિય.” “ભવિસ્મયત્ત ચરિયાદિ’ અપભ્રંશ ભાષામાં રચેલા જણાય છે. આ ભવિસ્મયત્ત ચરિય” પંચમી વ્રતના ફળના દ્રષ્ટાંત રૂપે મહેશ્વરસૂરિ, ધનપાલ, વિબુધ શ્રીધરની માફક સિંહસેને લખ્યું હોય એ તદ્દન સ્વાભાવિક છે. આ કવિનું નામ “રઈધુ” છે. તે હરસિંહ સિંઘઈનો પુત્ર અને ગુણકીર્તિ શિષ્ય યશકીર્તિનો શિષ્ય હતું. આ યશઃકી િગ્વાલિયરમાં ઈ. સ. ૧૪૬૪ (વિ. સં. ૧૫૨૧)માં રાજકર્તા તોમર વંશના કીર્તિસિંહ રાજાના સમયની આસપાસ વિદ્યમાન હોવાનું જણાયું છે તેથી સિંહસેન યા રઈધુએ પણ તે જ સમય આસપાસ આ ગ્રંથો રચ્યા હોવા જોઈએ. પોતાના ગ્રન્થોમાં તેણે ગુણાકર, ધીરસેન, દેવનંદિ, જિનવરસેન, રવિષેણ, જિનસેન, સુરસેન, દિનકરસેન, ચઉમુહ, સ્વયંભૂ, અને પુફિયંતનો ઉલ્લેખ કરેલ છે. આજ કવિના રચેલા “દહ લકખણ જયમાળ” નામના ગ્રન્થની પ્રસ્તાવનામાં પંડિત પ્રેમી જણાવે છે કે “રઈધુ” કવિએ “ભવિસ્મચરિયાદિ' ગ્રન્થ લખ્યાના ઉલ્લેખ મળી આવે છે. તેઓ એમ પણ જણાવે છે કે તે સર્વ ગ્રંથો અપભ્રંશમાં હોવા સંભવ છે. આ “ભવિસ્મયત્ત ચરિય” મુદ્રિત થયું જાણવામાં નથી.
વિક્રમની સત્તરમી સદીના લગભગ મધ્યભાગમાં (સં. ૧૬૫૫ માં) તપાગચ્છીય કનકકુશલે સંસ્કૃત ભાષામાં “જ્ઞાન – પંચમી માહાસ્ય” પદ્યમાં લખ્યું. આની એક ત્રિભુવન સ્વયંભુ નામના આઠમા-નવમી શતાબ્દિમાં (જુઓ ભારતીય વિદ્યા (માસિક) ભા. ૧૬ અ. ૨; પૃ. ૧૭૭) એલ મનાતા કવિએ લખ્યું હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે (જુઓ ભારતીય વિદ્યા (માસિક) ભા. ૨; અ. ૧; પૃ. ૫૯). તો પછી મહેશ્વરસુરિ અને ધનપાલ પહેલાં પણ પંચમી વ્રત ઉપર લખાયું હોવાનું માનવું પડે. આ ગ્રન્થ જોવા મળે ઘણી બાબતો ઉપર પ્રકાશ પડવા સંભવ છે. ૧૮ ઉપર્યુકત જે. સી. એ. ઈ. પૃ. પર૦. ૧૯ ઉપર્યુકત જે ગુ, ક. પ્રથમ ભાગ, પૃ. ૮૭. ૨૦ ન ગ્રન્થ રવાકર કાર્યાલય તરફથી પ્રકાશિત આ ગ્રંથની . નાથુરામ પ્રેમીની પ્રસ્તાવના. ૨૧ ઉપર્યુક્ત જે. 2. પૃ. ૨૬૪ તથા લીંબડી જૈન જ્ઞાન ભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સુચીપત્ર (લીં, ભા. . સ)- શ્રી આગમોદય સમિતિ ગ્રન્થોદ્ધાર ગ્રન્થાંક – ૫૮–પ્રથમ આવૃત્તિ, મુંબઈ, ઈ. સ. ૧૯૨૮, પૃ.૬૨ તથા ઉપર્યુક્ત જૈ. સા. સં. ઈ. પૃ. ૬૦૪. આ “જ્ઞાન પંચમી સાહાભ્ય, શ્રીવિજ્યધર્મસુરિ જૈન ગ્રન્થમાલાના પુ. ૩૭ ના એક ભાગરૂપે બહાર પડેલ છે. જુઓ “શ્રીપર્વશ્થા સંગ્રહ'(પ.ક. સં.) વિજયધર્મસૂરિ જૈન ગ્રન્થમાલા, ૫ ૩૭ સંપાદક-સ્વ. મુનિશ્રી હિમાંશુવિજય, ઉજજૈન, વિ.સં. ૧૯૯૩. પૃ-૩-૧૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org