________________
૨૦
આ અકલુજનગરીમાં જ અકસ્માત સ્વાથ્ય બગડત છેડ દિવસની માંદગી ભોગવી પૂ. મુનિશ્રી નેમ વિ. મ. સહુને રડતા મૂકી સંયમની સુવાસ દ્વારા સમાધિમાં રહી હસત... હસતા... મૃત્યુને મહોત્સવ બનાવી સ્વર્ગવાસમાં નિવાસ કરવા ચાલી નીકળ્યા.
પૂ. મુનિ નેમ વિ. મ.સા.ના સ્વર્ગવાસથી શ્રી સંધને તથા શાસનને મહાન ખોટ પડી. ચારે બાજુથી ભક્તવર્ગ ઉમટવા લાગ્યા અને જયજયનંદા... જયજયભદ્દાના સ્વરોથી અકલુજનગર ગાજવા લાગ્યું. સુંદર પાલખીમાં બેસાડી ભવ્ય સ્મશાન યાત્રા દ્વારા ચંદનની ચિંતામાં દેહને મૂકવામાં આવ્યું. દેહની તે રાખ થઈ પણ તે મહાપુરુષની શાખ પૂરતી સંયમની સુવાસ જગતમાં પ્રસરી રહી. ગુરુભક્ત અકલુજ શ્રી સંઘે પણ મુનિશ્રી નેમ વિ. મ. ની એક સુંદર દેરી બનાવી પં. શ્રી વારિણવિ. ગણુની નિશ્રામાં ભવ્ય મહત્સવપૂર્વક ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરી.
આવા ઉપકારી પૂ. ગુરુદેવ શ્રી નેમ વિ. મ. સા. ના પાવન ચરણકમલમાં કોટી કોટી વંદના.
લિ.
–સુરચંદ ઝવેરી સુરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org