SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શિપકાર મૂર્તિને ઘડવામાં બનાવવામાં જેમ પિતાનું જીવન અને સોનેરી સમય અર્પણ કરે છે. તેમ મેંઘીબેને પોતાના પુત્રને ધમનિટ બનાવવા... સંસ્કારી બનાવવા...જિનાલયમાં, ઉપાશ્રયમાં જ્યાં જ્ય જય ત્યાં સાથે લઇ જતી, રાતના પણ પોતાના ખોળામાં બેસાડી પ્ર મહાવીરની આદિ અનેક કથાઓ દ્વારા ધર્મભાવના પુત્રની પુષ્ટ કરી રહી હતી. પૂર્વભવની આરાધને લઈને અવતરેલા નેમચંદભાઈને તેમાં વધુ: વધુ આનંદ આવવા લાગે. નિત્ય જિનપૂજા..નવકારશીનું પ્રત્યાખ્યાન ધાર્મિક અભ્યાસ માટે પાઠશાલામાં જવું એમનો આ દેનિક કાર્યક્રમ બની ગયે. શેઠ ભુરાભાઈ નવલચંદ જૈન પાઠશાળામાં ધાર્મિક તેમ, શ્રી રત્નસાગર સ્કૂલમાં બાલમંદિરથી અંગ્રેજી ૩ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. તેમચંદભાઈને પોતાના ત્રણ ભાઈઓ હતા. સભાગભાઈ, ચીમનભાઈ તથા સુરચંદભાઈ. ત્રણે ભાઈઓનું વ્યવહારિક શિક્ષણ પણ આજ સ્કૂલમાં થયું હતું. સ્કૂલના સ્થાપના દિન શ્રાવણ સુદ ૧૫ ને ચારે ભાઈઓએ પ્રાર્થના સંવાદમાં ભાગ લઈ પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. નેમચંદભાઈ અંગ્રેજી ધોરણ ૩ પૂર્ણ થયા પછી નગીનભાઈ ઘેલાભાઇ હાઈસ્કૂલમાં પ્રવેશ કર્યો... વ્યવહારિક જ્ઞાન સાથે ધાર્મિકતાનમાં પણ આગેશ્ય કરી રહ્યા હતાં. મુંબઈની એજ્યુકેશન બોર્ડની પરીક્ષા આપી પારિતોષિક પ્રાપ્ત કર્યા હતા. તેઓશ્રીની ધાર્મિકવૃત્તિએ એક અજબનું કામ કર્યું. જે તેમના જીવનનો ટનગ પોઈન્ટ બની જીવનના કલ્યાણની દિશા બક્ષવા યુવતારક બની રહ્યો. આ પ્રસંગ એટલે પૂજ્ય કવિકુલકિરીટ આચાર્યદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા. નેમુભાઈની વાડીમાં બિરાજમાન હતા. તેમને પરિચય... પ્રેરણા અને સદુપદેશ :ઝીલવા શનિ રવિવારે જતા. આ સંસગે તેમના જીવનમાં ધર્મનો સંસર્ગ વધુ ગાઢ બનાવી દા. શનિ-રવિવારે પ્રાપ્ત થતા ઉપદેશ ગેરસનું મંથન કરી ... ... ચિંતન કરી વિરાગનું નવનીત પ્રાપ્ત કરવા લાગ્યા. નવપદની એ.m: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy