________________
જેમ કે પ્રત્યેક મહીનામાં કેટલા કલ્યાણ કો આવે છે? એક દિવસમાં કેટલા કલ્યાણકો આવે છે ? સંગ કલ્યાણક કેટલા ? વિગેરેની રચનાઓ પણ વિશિષ્ટ છે.
સમસ્યા ગર્ભિત સ્તુતિઃ (પૃ. ૧૨૯) પર એક સ્તુતિ છે. જેમાં વર્ધમાન અક્ષર ગુણ છે. તે શોધવાનું છે. આવી પણ સ્તુતિઓ છે. - કેટલીક સ્તુતિઓ આપણે ત્રણ બેલીએ છીએ પણ જેની ચોથી થાય હતી. તેને ખ્યાલ પણ ન હોય તેવી સ્તુતિઓ છે. જેમ કે પ્રાતઃ ના પ્રતિક્રમણમાં વિશાલલોચનની ત્રણ સ્તુતિ બાલીયે છીએ તેની ચતુર્થ સ્તુતિ આ ગ્રંથમાં દષ્ટિગોચર થાય છે.
ગુજરાતી સ્તુતિ (પૂ. ૧ થી ૬૧) ગુજરાતી સ્તુતિઓનો સંગ્રહ છે. તેમાં પણ નાવિન્ય છે. જેમ કે સ્તુતિ પ્રભુ મહાવીરની છે. પણ પચ્ચીશમાં નંદનમુનિના ભાવમાં કરેલી આરાધનાનું સુંદર વર્ણન આલેખન છે.
એક સ્તુતિમાં મિઠાઈઓના નામ ગણાવી પ્રભુની સ્તુતિ કરેલ છે. આવી સુંદર સ્તુતિઓને આમાં સંગ્રહ છે.
સંગ્રહકાર ? આવી અને ખી...અપૂર્વ અને અનુપમ સ્તુતિઓના સંગ્રહકાર છે પૂજ્ય સ્વ. કવિકુલકિરીટ આચાર્ય શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના અંતેવાસી પુજ્ય ર્વિક મુનિશ્રી નેમવિજયજી મહારાજ છે.
જેઓશ્રીએ કેટલો પરિશ્રમ વધે છે. તે આ સંગ્રહને જોવાથી ખ્યાલ આવી જશે. પુરી જીંદગી આ સાહિત્યયજ્ઞમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org