________________
૫૬
મુંબઈ સમાચાર તા. ૧૭–૧–૧૯૫૬
સ્તુતિતરંગિણું ભા. ૧ માં પૂર્વાચાર્યો અને પૂર્વ મહર્ષિઓએ ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત અને માગધી વિગેરે ભાષાઓમાં રચેલી સ્તુતિઓનો અપૂર્વ ખજાનો રજુ કર્યો છે. કેટલીક સ્તુતિઓ જે અત્યારસુધી જૈન જ્ઞાનભંડારોમાં જુદે જુદે સ્થળે એક યા બીજા કારણે અપ્રગટ રહેવા પામેલી તેવી સ્તુતિઓ પણ આ સંગ્રહમાં સમાવવામાં આવી છે. આમાંની શ્રી જિનેશ્વર ભગવંતોની સ્તુતિઓ, તીથીઓ, જૈન પર્વ આદિની સ્તુતિઓ, સમગ્ર સ્તુતિસાહિત્ય પ્રભુશાસનના મહિમાનું વર્ણન કરવા ઉપરાંત ઉત્તમ પ્રકારનો ભક્તિરસ વહાવે છે. આમાંની કેટલીક સ્તુતિઓ નિત્ય નિયમિત પાઠ કરવા જેવી છે. જ્યારે કેટલીક પ્રસંગોપાત પાઠ કરવા જેવી છે. જૈનસંપ્રદાયના ભાવિક અનુયાયીઓને આ સંગ્રહ ઉપયોગી જણાશે.
કલ્યાણ માસિક પાલીતાણું. વર્ષ ૧૨, અંક ૪, પૃઇ ૨૨૮
સ્તુતિતરંગિણી ભા. ૧ ના દળદાર ગ્રંથમાં સંગ્રાહક પૂ. મુનિરાજશ્રી નેમવિજયજી મહારાજે મુખ્ય પ્રાચીન સ્તુતિ-થોના જોડાએનો વિશાલ સંગ્રહ સંપાદિત કર્યો છે. ગુજરાતી ભાષાની સ્તુતિના જોડાઓ લગભગ ૩૭૯ અને એવીશી ૩, સંસ્કૃતાદિ ભાષામાં સ્તુતિઓ અને જોડાઓ મલી લગભગ ૧૧૧ અને ચતુર્વિશતિકાઓ ૨૫ આ રીતને સુંદર સંગ્રહ આ પુસ્તકમાં સંચિત થ છે. અત્યારસુધીની પ્રચલિત અને અપ્રચલિત કેટલીક અપ્રસિદ્ધ પણ ઉપયોગી બધી સ્તુતિઓના આ રીતે ભારે પરિશ્રમપૂર્વક સંપાદક મહારાજશ્રીએ અહિં જે સંગ્રહ પ્રસિદ્ધ કર્યો છે તે માટે આપણે તેઓશ્રીના અનેક રીતે ઋણી છીએ. હવે આ રીતે તેઓશ્રી મુખ્યત્વે પ્રાચીન પ્રચલિત અને અષ્ટચલિત ઉપયોગી સ્તવનોને સંગ્રહ કરે એમ આપણે ઇરછીશું પપપને ફરીન મૂલ્યવાન કાલેમાં શુદ્ધ, સુંદર અને આકર્ષક છાપકામ, આખું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org