________________
૫૪
સ્તુતિતરંગિણું ભા. ૧નું પુસ્તક મળ્યું. સંગ્રહ ઉતમ કર્યો છે. સંઘને ભક્તિ વિગેરેમાં સારું ઉપયોગી થાય તેવું પુસ્તક તૈયાર કરવા અદલ ધન્યવાદ.
-
4
*
પૂ. મુનિરાજશ્રી મંગલવિજયજી મ. અને પૂ. મુ, શ્રી મેરવિજયજી મ.
કાળુશીની પળ, અમદાવાદ. અષાડ શું. ૭. તુતિતરંગિણું પ્રથમ ભાગની બે બુકે પહોંચી. અંદરનો સંગ્રહ સુંદર હવા સાથે બુકનું બાઘાંગ પણ આકર્ષક થયું છે. પ્રગટ સ્તુતિઓ ઉપરાંત અનેક ભંડારોમાંથી અપ્રકટ અનેક સ્તુતિઓ મેળવવામાં, શુદ્ધ કરી લખવામાં અને પુસ્તકરૂપે પ્રકટ કરવામાં તમેએ ઘણું જહેમત ઉઠાવી છે. ગુર્જર–સંસ્કૃત-પ્રાકૃત અને પિશાચક ભાષાની અનેક સ્તુતિએનો સંગ્રહ ધર્મપ્રેમી જનતાના કરકમલમાં મૂકી સાહિત્યસેવાની તેના સર્જક પ્રાચીન કવિઓની સ્મૃતિદ્વારા જાહેર કરવામાં ઘણે જે સ્તુત્ય પ્રયત્ન સેવ્યું છે. મુદ્રિત જૈન સાહિત્યમાં પહેલા ભાગ તરીકે પ્રગટ થયેલું સ્તુતિઓના સંગ્રહ તરીકેનું આ પહેલું જ પુસ્તક છે. ઈછીએ છીએ કે આને બીજો ભાગ પ્રકટ કરવાની તમારી ભાવના શાસનદેવ શીધ્ર સફળ કરે.
સાહિત્યપ્રેમી મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ. જૈન સોસાયટી ઉપાશ્રય એલીસબ્રીજ અમદાવાદ. વિ. સં. ૨૦૧૨ કા. વ. ૧
આપના તરફથી સ્તુતિતરંગિણું ભા. ૧ ની નકલ મલી, તે બદલ હાદિક ધન્યવાદ. આપે આવા મહદ્ધિક સ્તુતિસંગ્રહને પ્રસિદ્ધ કરીને
સંરસ કાર્ય કર્યું છે. એ વિશે હાર્દિક તમને અભિનંદન છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org