________________
શ્રીઅગીઆરગણુધરસ્તુતિઓ
: ૩૨૯ [૮૬૭] મંડિતમુનીશ્વર પ્રણ પાય, જિનવરછંદ નમઈ સુરરાય; સર્વસૂત્રને મહિમા ઘણુઓ, માતંગ જખિ જિનશાસનતણુઓ. ૬
નમીઈ મેરીપુર મુણદ, અઢીદ્વિપના ભજે જિણિંદ શંભુ મતશું રાખે ચિત્ત, વિજયદેવ આપઈ સુખ વિત્ત. ૭ એક અકપિતનામિ શિવ લહ્યો, ભાવ ભલઈ સવિ જિન પડિરહએ; શ્રીસિદ્ધાન્ત મરમ જસ ગમઈ, તસ ઘરિ શાસનદેવી રમઈ. ૮
અચલભાય ભવભંજનહાર, જિનસમૂહ મનવંછિતકાર; જયવતો જસ ધરમ પ્રધાન, સેવંતા દીઈ ગોમુખ ગાન. ૯
મેતારજ દશમ મુનિનાથ, સર્વજ્ઞ છંદ નમું શિવ સાથ; હીઅડઈ ધરીઈ આગમ નામ, તુબરુ દેવ કરઈ સંઘકામ. ૧૦
પ્રભાસગણધર ઈગ્યારમ, સર્વજ્ઞદરસી સહુનઈ નમ: સુણે સૂત્ર શાસનદેવતા, પ્રીતિવિજય ભગતિઈ સેવતા. ૧૧
+ ૨ (રાગ –શાન્તિસુહંકર સાહિબે સંજમ અવધારે)
વીર વઝીર વખાણિયે ગણધર અગિયાર, ઇન્દ્રભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ વિચાર; ગૌતમ ગેત્રી એ કહ્યા ચેથા વ્યક્તસ્વામી, ભારદ્વાજ ગોત્રી કહ્યા પ્રણમું શિર નામી. ૧ સ્વામી સુધર્મા જાણિયે અગ્નિવેશ્યાયન નામે, મંડિત વશિષ્ટ ગોત્રના પ્રભુપદ શિર નામે; મૈર્ય પુત્ર કાશ્યપ કહ્યા અકપિત ગણધારી, ગૌતમ ગંત્રી શેલતા જાઉં નિત્ય બલિહારી. ૨
અચલબ્રાતા ગણધર ગુરુ હારિયાયન ગેસ, * આ સ્તુતિ–ાય ચાર વખત બોલી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org