________________
: ર૫૨ : [૭૦] સ્તુતિતરંગિણી ભાગ ૨ પડશતરંગ + ૬ ( રાગ –આગે લાખ પૂરવાર વાસ વસિયા પરીકર યુક્તાજી ) શ્રીનેમિજિનેસરજન્મકલ્યાણક, પંચમીદિન ભવિ જાણે છે, પંચરૂપ સુધમ કરતે, મહોત્સવ હર્ષ ભરાણે જી; મેરુશિખર પર જિનતનું અરચી, કંઠ ઠવી વરમાલ છે, પંચમીતપ કરતાં ભવિ લહઈ પંચમનાણું વિશાલ જી. ૧ પંચ વરણ એમ સયલ જિનેસર, મહોત્સવ ગિરિવર શ્રગે છે, મલિય સુરાસુર હરિય ચેસઠ, પૂજે નવ નવ અગે છે; અક્ષય અચલ અનંતસુખ સ્વામી, પરમાનંદ વિલાસી પંચમીતપ કરતાં અમ કરજે, પંચમી ગતિના વાસી છે. ૨ અરિહા અર્થ સમોસરણે બેસી, વરસે અમૃતધાર છે, ઝીલી આગમ ગણધર રચતાં, ભવિયણને હિતકાર છે; મહાનિશિથ સિદ્ધાન્તમાં દાખે, પંચમીતપ મહિ માય છે, ગુણમંજરી વરદત્ત આરાધી, પામ્યા શિવપુર ઠાય છે. ૩ અંબાદેવી સાર કરવી, શાસનની રખવાલી જી, વંછિત પૂરે દુરિત નિવારી, કરતી મ ગલમાલ છે; કર માતા અહુ સુખશાતા, પામી તાસ પસાય છે, જિન ઉત્તમ ગુરુ પદકજ સેવક, સત્યવિજય ગુણ ગાય છે. ૪
શ્રીમેHએકાદશીસ્તુતિ. + ૧ (રાગ -ઈણિપુરી કંબલ કોઈ ન લેસી.) જગપતિ વીરજિણુંદ પયાસઈ, એકએકાદશી મહિમા ખાસ, ઈણિદિન અદકેડી કે અજ લાખ, અઠ્ઠ હજારનઈ અડ્ડસ્ટઈ ભાખ;
૧ કારતક વદ ૧૧ 1 અડસઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org