________________
• રરર : ૭૬] રસ્તુતિતરંગિણી ભાગ ૨ : પંચદશતરંગ ઉજજવલ અરિહંત ધ્યાએ રાતા, સિદ્ધતણે સમુદાય છે, કંચન કાતિ આયરિજ પ્રણમે, તિમ નીલા ઉવઝાય છે; કાલા મુનિવર નાણાદિક પદ, રત્ન કાન્તિ સમવાય છે, સિદ્ધચક્ર એ સકલ મલીને, જિનશાસન કહેવાય છે. આગમમાંહિ એહને મહિમા, મેટે શ્રીજિન ભાખે છે, ગણધર નરવર આગલી હિત ધરી, નિસુણી ચિત્તમાં રાખે છે; જે નર એડનું ધ્યાન જ માની, તે જાણે સમકિત પાખે છે, એહ અનોપમ સરસ સુધારસ, ધન તે જે નર ચાખે છે. ૩ વિમલદેવ જસ સાનિધિકારી, ચક્રસરી જયકારી છે, તિમ દિસિ પાલક ગ્રહ સવિ, વિજયાદિક સુરવરની નારી જી; સિદ્ધચકતપ કરતા ભાવિને, વિઘન ઉપદ્રવ વારી જી, ધીરવિમલ કવિ શીસ કહઈ, નય શ્રી સંઘને હિતકારી છે. ૪
+ ૨૧ (રાગ –રઘુપતિરાઘવરાજારામ.) શ્રી સિદ્ધચકને તપ છે સાર, અનંત વીશી એ નિરધાર; ‘એ તપને તે મહિમા ઘણો, પૂજે ને વંદો ભવિયણ જન. ૧ આસો ચેત્રની ઓલી કર, સુદિ સાતમથી હિયડે ધરો; નવપદની તે પૂજા કરે, જિમ ભવસાયર લીલા તરે. ૨ શ્રીપાલકુંવરના ટાલ્યા રેગ, પામી નમણતણે સંગ;
શ્રી સિદ્ધચક્રનો મહિમા ઘણે, પૂજે ને વદો ભવિયણ જને. ૩ શ્રીવિમલેસર મટે જક્ષ, પ્રગટ પ્રમાણે તે પ્રત્યક્ષ આપે તે અવિચલ ત્રાદ્ધિ અપાર, દેવી ચક્કસરી જય જયકાર. ૪
1 નવપદ ધ્યાન ધરે નરનાર, જિમ પામે સુખ સંપદ સાર. 2 ચૈત્રથી. 3 નમણુંક પામ્યા સંયોગ.4 એ તપનો. જેનો. 6 પરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org