________________
-
૫ સંસ્કૃત અને પ્રાકૃત સ્તુતિને પદ્યમાં ગુજરાતી અનુવાદ. ૬ છની વિશિષ્ટતા અને નૂતન નૂતન છ દે. પૃ. ૧૬૫
આજ સુધી આપણે શ્રમણભગવંત અને શ્રમણોપાસકેની ચેલી સ્તુતિઓ જોઈ છે પણ આ વિભાગમાં સાધ્વી હેમશ્રીજીએ રચેલી મૌન એકાદશીના દેવવંદને માંની સ્તુતિએ જોવા મળે છે. સાધ્વીજી કેના શિષ્યા હતા ઈત્યાદિ સાહિત્ય ઉપલબ્ધ થતું નથી, સાધ્વીજીએ પણ કેવી વિદુષી હોય છે તે જાણવા મળે છે. આવી રીતે આપણે સાધ્વી સંઘ જે વિદ્યાવ્યાસંગી બને તો ભવિષ્યમાં તેઓનું જ્ઞાન શ્રમણે પાસિકા વર્ગને ખૂબ જ લાભદાયી નીવડે. આજકાલ ઘણી સાધ્વીજીઓ વ્યાકરણાદિને ખૂબ જ અભ્યાસ કરી રેહેલી જાણવા મળે છે. B. A. સુધી અભ્યાસ કરેલી સાધ્વીઓ આજે પણ વિદ્યમાન છે. સાધ્વીજીએ દેવવંદનની રચના કરી, તે તેમના સમયમાં ચાલતા હશે કે કેમ તે જાણવું જોઈએ. અથવા આ પ્રયત્ન તેમને પોતાના સાહિત્યના શેખને પૂરો કરવા પૂરત હોય તે તે આ સવાલ ઉપસ્થિત જ થતું નથી. મહાસતીઓની સ્તુતિ સાહિત્ય અંગેની રચના કેઈને પણ પ્રાપ્ત થાય છે તે સંપાદકશ્રીજીને મોકલી આપશે તે ત્રીજા ભાગમાં સ્થાન આપવા શકય પ્રયત્ન થશે. સાધ્વીજીની રચેલી સ્તુતિઓને ક્રિયાકાંડમાં ઉપયોગ કરી શકાય કે નહિ એ પ્રશ્નને ઉતર સહેલે છે, કેમકે-શ્રાવકની બનાવેલી સ્તુતિઓને પુરૂષ વર્ગ ઉપયોગ કરી શકે છે તે સાધ્વીજીની બનાવેલી સ્તુતિઓને તેઓ ઉપગ કરી શકે કે નહિ આ પ્રશ્ન એક વિચારણા માગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org