________________
૧૬
સ્તુતિ શબ્દનો અર્થ વિચારતાં પહેલાં એના ચાર નિક્ષેપ કરવા જોઈએ. તેમાં નામસ્તુતિ, સ્થાપનાસ્તુતિ અને દ્રવ્યસ્તુતિને અહિં અધિકાર નથી. પણ અધિકાર છે ભાવતુતિને. તેમાં પણ લોકોત્તરજ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિક્તને આગમથી ભાવસ્તુતિને અધિકાર છે. આવી ભાવસ્તુતિ ત્યારે જ બને છે કે જ્યારે એ સ્તુતિઓનું ઉચ્ચારણ શુદ્ધ રહે, એના અર્થનો ઉપગ રહે અને જે જે મુદ્રા બતાવી હોય તે તે સાચવવામાં આવે.
જ્યારે શ્રી જિનેશ્વરભગવંતની સ્તુતિ બેલી રહ્યા હોઈએ ત્યારે ઈન્દ્રિ અને મનને સઘળેય ઉપયોગ શ્રી જિનગણમાં જ વ્યાસ બની ગયો હેય-આવી ભાવતુતિને શ્રી જિનભગવંતના દાસ બનેલા સઘળાયે ન સ્વીકારે છે. આવી ભાવસ્તુતિનું કારણ જે સ્તુતિ હોય તેને દ્રવ્ય સ્તુતિ કહેવાય છે. પણ જે સ્તુતિ કેવલ દુન્યવી વૈભવ માટે જ કરાતી હોય તે તે સ્તુતિ ભાવને પેદા કરનારી દ્રવ્યસ્તુતિ કહેવાય નહિ. પરંતુ તે અપ્રાધ્યાન્ય દ્રવ્યસ્તુતિ કહેવાય. શ્રી જિનેશ્વરભગવંતની
સ્તુતિ કરતાં અવિધિ થઈ જાય તો પણ હૈયામાં રહેલા શ્રી જિનેશ્વરભગવંત પ્રત્યેના ભક્તિગુણથી અવિધિદેષ અકિંચિત્કર થઈ જાય છે. જૈન તર્કભાષામાં ન્યાયાચાર્ય વાચકાવતંસ પૂ૦ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. ફરમાવે છે કે
'यथाऽनाभोगेनेहपरलोकाद्याशंसालक्षणेनाविधिना च भक्याऽपि क्रियमाणा जिनपूजादिक्रिया द्रव्यक्रियैव, अनुपयुक्तक्रियायाः साक्षात् मोक्षाङ्गत्वाभावात् । भक्त्याऽविधिनाऽपि क्रियमाणा सा पारम्पर्येण मोक्षाङ्गत्वापेक्षया, द्रव्यतामश्नुते, भक्तिगुणेनाविधिदोषस्य निरनुबन्धीतत्वादित्याचार्याः । "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org