________________
શ્રીપાશ્વજિનસ્તુતિઓ
: ૧૦૫ :+[૬૪૩). અણવટ પાય નેઉર ઝણકારં, પાવન વસન સુગંધ સુભારં,
કટિમેપલ ખલકા, કંચુક ઉર વલી નવસરહાર, વલયાવલ ચૂડી ખલકારં,
વલી કુંડલ ઝલકાર સા પઉમાતઈદેવી વૃન્દારં, શામલાપાસની મહિમાગાર,
સમયનયરી શિણગાર, સંઘ સાનિધ કરવા વિા , રૂપવિજય કવિ સેવાધાર,
મેહન જય જયકાર. ૪
પાલી(રાજસ્થાન)મંડનશ્રી પાર્શ્વજિનસ્તુતિ
+ ૧ (રાગ-રઘુપતિ રાઘવરાજારામ) પાલીપુરવરમંડન પાસ, ભવિયણ જનની પૂરઈ આસ; શાસનનાયક અનિશિ નમઉ, તીર્થકરમાં ત્રેવીસમઉ. ૧ અતીત અનાગત નઈ વર્તમાન, વિણ ચઉવીસી બહુત્તરિ માન; સંપ્રતિ વિહરમાન જિન વિશ, તે ભાવિ વંદઉ નિશદિશ. ૨ સકલશાસ્ત્ર જિનશાસન સાર, પૂરવ ચઉદ નઈ અંગ અગ્યાર; અર્થથકી ભાખઈ જિનપતિ, સૂવથકી ગૂથઈ ગણપતિ. ૩ ટાળઈ સંઘતણા ભય સતી, પદ્માવતીદેવી ભગવતી; કીર્તિવિમલ કહઈ મહિમા ઘણુઉ, વિજયસેનસૂરીસર તણુઉ. ૪
૧ સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું. 2 મહિમાસા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org