________________
આ ભાગમાં ગુજરાતી સાહિત્યની ભાષા હસ્તલિખિત પ્રતમાં જેવી હતી તેવી જ જાળવવામાં કાળજી રાખવામાં આવી છે.
સદર સાહિત્યને કંઠસ્થ કરતાં પહેલાં શુદ્ધિપત્રક જોઈ, ગુગમ લેવા સાથે શુદ્ધિ ઉપર ખૂબ ખ્યાલ રાખવાની આવશ્યક્તા છે.
પ્રથમ ભાગના ૧ થી ૧૦ તરંગો અને બીજા ભાગના ૧૧ એમ કુલ ૨૫ તરંગે છે. તે જાણે પાંચ મહાવ્રતની પચ્ચીશ ભાવનાઓને અથવા તે પૂ. ઉપાધ્યાય ભગવંતેના ૨૫ ગુણેને કથન ન કરતા હોય એમ અનુમાન કરીએ તે કશુંએ બેટું નથી.
આ વિભાગમાં મૂખ્ય મૂખ્ય તીર્થસ્થાનોની છ અઠ્ઠાઈઓની અને વાર્ષિક પર્વોની સ્તુતિઓને અપૂર્વ સંગ્રહ કરવામાં આવ્યો છે, જે તેના પ્રેમીઓને અતિ ઉપયોગી થઈ પડશે.
સ્તુતિઓમાં ઉત્પન્ન થતી શંકાઓનું સમાધાન આપી, સ્થળે સ્થળે કિંમતી સૂચનાઓથી વાકેફગાર બનાવી, પ્રસ્તુત સાહિત્યને સંગ્રહ. આદર્શ ભૂત અને સર્વજને પગી બને એવી સુંદર ભાવનાથી વાસિત અંતઃકરણવાળા અનેક મહાનુભાવોએ, મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે. તેમાં મૂખ્યતયા મારા પરમ ગુરુદેવેશ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યુલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. પંન્યાસજી મહારાજ શ્રી પ્રવિણવિજયજી ગણિવર, અને પૂ. પંન્યાસજી મહારાજ શ્રી વિક્રમવિજયજી ગણિવર પૂ. પંન્યાસજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવર આદિએ અનેકવિધ સહાય અપ મને તેઓશ્રીએ અત્યંત ઋણી બનાવ્યો છે. તેમાંય વળી પોતાના અમૂલ્ય સમયને ભોગ આપનાર પૂ. પંન્યાસજી મહારાજ શ્રી વિકમવિજયજી ગણિવરે મારા ઉપર વાત્સલ્ય-. ભાવ રાખી સંશાધનાદિ કાર્યમાં મને ખૂબ ખૂબ સહાયતા કરી છે.
જે ભાગ્યશાળીઓ પાસે સ્તુતિ-થેનું સાહિત્ય હોય તેઓ મને મોકલી આપશે તો તેને સમાવેશ બીજા ભાગ માટે ઉપયોગી થઈ પડશે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org