________________
શ્રીઅરજિનસ્તુતિ
: ૬૭ [૬૫]. ગંધવજક્ષ જિમને મનશુધે કરે સેવા, દેવી ઝગમગ અચુઆ શાસન દે નિમેવા; સમેતગિરિ સિદ્ધા નિરંજનનાથ હમારા, રનરાશ ઘરે પ્રગટે વનીત લહે જયકારા. ૪
શ્રીઅરજિનસ્તુતિ
+ ૧ શ્રીઅરનાથ અઢારમા પ્રભુ પરભાતે, પાપ અઢારે દૂર કર્યા જેમ કાલ વરખાતે; ભવિ ભજજે ભલી ભાતસું શ્રીદેવીના જાયા, સુદર્શનારાયા કુલતીલે લંછન નંદાવર્ત પાયા. જિનપદ ચકીપદ લહ્યો ગજપુર નાગપુરમાં, ગઢ ત્રિગડે તું વિરાજતે આણુ અસુર નર સુરમાં; કેડાછેડી સેવા કરે ઈન્દ્ર ચેસઠ આવે, પરખદા બાર પ્રતિબોધતાં વાણું પાંત્રીસ પાવે. અઠ કરમ મદ આઠને મરડીને માર્યા, રાગ દ્વેષને નિવારીયા તેવીસ તસ્કર વાર્યા; ચાર સુભટ કબજે કીયા સતપ્રાતિહાર્ય સુહાયા, ધરમદેવજ ઝંડા દીયા સમેતશિખર સિદ્ધ પાયા. જક્ષદયક્ષ જાગતો પ્રભુ પરતા પૂરે, શાસનસુરી રમઝમ કરતી દેવી ધરણેન્દ્ર દુઃખ દરે; તપગચ્છ સેનસૂરિ તપે બુધ શીશ સુખ પાયા, પંડિત રત્ન પસાયથી વનીતવિજય ગુણ ગાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org