________________
બી શાન્તિનાથ જિન તિઓ
: ૪૩ : ૧૨ ( રાગ–શાન્તિ અહંકર સાહિબે.) શાન્તિજિનેસર સમરીએ, જેની અચિરામાય, વિશ્વસેન કુલ ઉપન્યા, મૃગ લંછન પાય; ગજપુરનયરીને ધણી, કંચન વરણી કાય, ધનુષ ચાલીશ દેહડી, લાખ વરસનું આય. ૧ શાન્તિજિનેસર સેળમા, ચક્કી પંચમ જાણું, કુન્થનાથ ચકી છઠ્ઠા, અરનાથ વખાણું એ ત્રણે ચકી સહી, દેખી આણું હું, સંજમ લઈ મુગતે ગયા, નિત્ય ઉઠીને વંદુ. ૨ શાન્તિજિનેશ્વર કેવલી, બેઠા ધર્મ પ્રકાશે, દાન શિયલ તપ ભાવના, નર સાય અભ્યાસે; એહ વચન જિનજીતણા, જેણે હિયડે ઘરીયા, સુણતાં સમકિત નિર્મલા, નિચે કેવલ વરીયા. ૩ સમેતશિખરગિરિ ઉપરે, જેણે અણુસન કીધાં, કાઉસગ્ગ ધ્યાન મુદ્રા રહી, જેણે મોક્ષ જ સિધ્યાં; જક્ષ ગરુડ સમરું સદા, દેવી નિરવાણી, ભવિક જીવ તુમ સાંભલે, રિખભદાસની વાણી. ૪
સેજત (મારવાડ)મંડન શ્રી શાંતિનાથજિન સ્તુતિ
+ ૧૩ (રાગ-મનોહર મૂર્તિ મહાવીરતણું.) શાન્તિજિનેસર જિનરાયા, સેજિત્તપુરમંડણ ભઈ પાયા; દીઠે દુ:ખ દેહગ દુરિત ટલે, હેજે સુખ સંપત્તિ આય મલે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org