________________
સ્તુતિ તરંગિણીઃ પ્રથમ તરંગ જય જિનવર શાન્તિ, જાસ સોવન્ન કાન્તિ,
વીસ જિનની પાન્તિ, પૂજવાની છે ખાન્તિ; તુમ પદકજ પૂજે, હાથને લાહ લીજે, કલિમલ સવિ છીએ, દેવ દરિસન્ન દીજે. ૨ સોલમા જિનની વાણી, પુન્યકેરી જે ખાણી, અનંત સુખ નીસાની, પાપવઠ્ઠી કૃપાણી; કહે કેવલનાણી, સાંભલે ભવ્યપ્રાણી, મધુર સુયશ વાણી, સેવીએ સાર જાણું. ૩ નિર્વાણ જે દેવી, તાહરા ચર્ણ સેવી, ભવિક રસિક હેવી, જન્મ સફળે કરવી;
જ્ય સૌભાગ્ય સેતી, રાખજે શ્રેષ્ઠ પ્રીતિ, અરજ કરું હું એતી, ધારજો ચિત મેતિ. ૪
૧૧ ( રાગ-મનોહર મૂર્તિ મહાવીરતણું.) મૂળવિધિ મંગલ શાન્તિતણી, તુજ વંદન મુજ ખાંત ઘણી; જબ દીઠે તબ મેરી ચિત્ત ઠરી, પ્રભુ દુર્ગતિ માહરી દૂર હરી. ૧ રિખવાદિક જિનવર ચિત્ત ઠરી, મેં લબ્ધિમાંહી લીલ કરી આજ સખી રે મુજ રંગ રળી, જેમ દૂધમાંહી સાકર ભળી. ૨ ભગવંત ભાખે તહત્તિ કરી, આણંદ ચાલે પુન્ય ભણી; આગમ આરાધે નર નારી, આગલ પામે સુખ ભારી(?) ૩ રુ મ ઝ મ કરતી રંગરની, નિવણીદેવી તુજ ખરી; સહુ સંઘના વિન હરે દેવી, વિજય જશની આશ ફળે એવી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org