________________
મેથી શાન્તિનાથ જિન સ્તુતિઓ
: ૩૭ : ચૌસઠ સહસ અંતેઉરી એ, એક લાખ બાણું હજાર તે, સર્વે તજી પ્રભુ પામીયા એ, લીધું સંજમ સાર તે; લાખ વરસ પ્રભુ આખું એ, સેવે કઈ નરિદ તે, એહવા એ જિન ધ્યાવતા એ, આપે નિત્ય આનંદ તે. જીવ અજીવ પુણ્ય પાપના એ, આશ્રવ સંવર બંધ તો, નિરણ તિમ આઠમી એ, મેક્ષ નવમ પ્રતિસંઘ તે અંગ ઈગ્યારે આખી આ એ, ચાર મૂલ બાર ઉપાંગ તે, છ છેદ ગ્રંથ જિને કહ્યા એ, પઈજા દશ અતિ ચંગ તે; જીવદયા મૂલ વારતા એ, ભાખી જિનવર દેવ તે, પરનારી સંગ છાંડીયે એ, લહીયે સુખ સદૈવ તે. પાયે ઘુઘરી ઘમકતી એ, ઝાંઝરનો ઝમકાર તે, કમલ કાયા જેહની એ, કટિ મેપલ ખટકાર તે ગણગણ જે ગાજતી એ, ભાજતી ભાવથી ભાર તે, શાસનદેવી વિઘનહરી એ, સંઘને નિત્ય સુખકાર તે તપગચ્છમાંહિ દીપતા એ, તિલકવિજય કવિરાય તો, સોલમાં શાન્તિનાથના એ, નેમિવિજય ગુણ ગાય તે. ૪
૫ (રાગ-વીર જિનેશ્વર અતિ અલવેસર.) પ્રત સુરેસર અસુર નવેસર, શાન્તિ જિનેશ્વરરાયા છે, અચિરાનંદન ભુવન–આણંદન, ચંદન ચરચિત કાયા છે; તરણ શરણ તનુ વરણ કંચન સમ, હરણ લંછન પ્રભુ પાયા છે, શ્રીલક્ષ્મીસાગરસૂરીશ પુરંદર, પ્રણમે શિવસુખદાયા છે. ૧
૧ વાતને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org