________________
સ્તુતિ તરંગિણું : પ્રથમ તરંગ સિદ્ધાચલ સિદ્ધા, સાધુ અનંતી કેડ, આગમ અનુસાર, વંદુ બે કર જોડ. ૩ રવિ મંડલ સરીખાં, કાને કુંડલ દેય, સુખ સંપત્તિકારક, વિઘન નિવારક સેય; ચશ્કેસરી દેવી, ચકતણ ધરનારી, સેવક સાધારી, ઉદયરત્ન જયકારી. ૪
૭ (રાગ-વિમલ કેવલજ્ઞાન કમલા કિલિત ત્રિભુવન હિતકરે.) અતિ સુઘટ સુંદર, ગુણપુરંદર, મંદરરૂપ સુધીર, ઘન કર્મકદલી, દલન દંતી, સિંધુસમ ગંભીર; નાભિરાયા નંદન, વૃષભ લંછન, ઋષભ જગદાનંદ, શ્રી રાજવિજયસૂરીંદ તેહના, વંદે પદ અરવિદ. ૧ સુરનાથ સેવિત, વિબુધ વંદિત, વિદિત વિશ્વાધાર, દેય સામલા, દેય ઉજલા, દોય નીલવર્ણ ઉદાર; જા સુદ ફૂલ, સ મા ન દે ઈ, સોલ સેવન વાન, શ્રી રાજવિજયસૂરિરાજ અહોનિશ, ધરે તેનું ધ્યાન. ૨ અજ્ઞાન મહાતમ-રૂપ રજની, વેગે વિદ્ધસન તાસ, સિદ્ધાન્ત શુદ્ધ, પ્રબોધ ઉદયે, દિનકર કડી પ્રકાશ; પદ બંધ શોભિત, તત્ત્વ ગર્ભિત, સૂત્ર પીસ્તાલીશ, અતિ સરસ તેહના, અર્થ પ્રકાશે શ્રી રાજવિજયસૂરીશ. ૩ ગજગામિની, અભિરામ કામિની, દામીનીસી દેહ, સાદુ કમલ નયણું, વિપુલ વયણું, ચક્કસરી ગુણગેહ; શ્રી રાજવિજયસૂરીંદ પાયે, નિત્ય નમતી જેહ, કહે ઉદયરત્ન, વાચક જૈનશાસન, વિધ્ર નિવારે તેહ. ૪
૧ કર્મરૂપી કેળ. ૨ હાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org