________________
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરગ
એ તીરથ જાણું, જિન ત્રેવીશ ઉદાર, એક નેમ વિના સવી, સમવસર્યો નિરધાર; ગિરિ કંડણે આવી, પહોંતા ગઢ ગિરનાર, ચૈત્રી પુનમ દિને, તે વંદું જયકાર. ૨ જ્ઞાતાધર્મકથાગે, અંતગડ સૂત્ર મઝાર, સિદ્ધાચલ સિદ્ધયા, બેલ્યા બહુ અણગાર; તે માટે એ ગિરિ, સવિ તીરથ શિરદાર, જિન ભેટે થાવે, સુખ સંપત્તિ વિસ્તાર. ૩ ગેમુખ ચકકેસરી શાસનની રખવાલ, એ તીરથકેરી, સાંન્નિધ્ય કરે સંભાલ; ગિરુઓ જન્મ મહિમા, સંપ્રતિ કાલે જાસ, શ્રી જ્ઞાનવિમલસૂરિ, નામે લીલ વિલાસ. ૪
૨ (રાગ-વ્યાસી લાખ પૂરવ ઘરવાસે.) સુમંગલા સુનંદા સાથે, સીત્તોતેર ઘર વસીયા છે, લાખ પૂરવ અલિપ્તપણે પ્રભુ, ભેગ ભેગવી ખસીયા જી; દેવકુરુ ફળ ક્ષીરદધિ જલ, સિવાય નહિ અભિલષીયા , ત્રણ જ્ઞાન યુત સંજમધારી, ઘાતી ઋષભ જિન ઘસીયા જી. ૧ ચાથું જ્ઞાન મન:પર્યવ પામ્યા, દેવદૂષ્ય સુહાવે છે, ઉંચ ઉંચ સંયમસ્થાને ધરતા, વરતે નિજ સ્વભાવે છે; રાગ દ્વેષની બૂરી પરિણતી, મનમાં કદીય ન લાવે છે, ચાવીશે જિનવરને પ્રણમે, રહે સદાએ ભાવે છે. ૨
૧ કુંડ કને.
-
-
-
-
-
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org