________________
: ૨૭૨ :
સ્તુતિ તરંગિણી : ષષ્ટ તથા જબૂદ્વીપમાં ચાર જિનેસર, ધાતકીખંડે આઠ છે, પુષ્કરોધમાં આઠ જઘન્યથી, વીસતણું બહુ પાઠ જી; ઉત્કૃષ્ટ સિત્તેર સે વંદે, ધર્મત જિહાં ઠાઠ છે, પ્રાત:સમે પરમેશ્વર પ્રણમે, કર્મ અપાવે આઠ જી. ત્રિગડે બેસી ગણધર થાપે, ચઉવિધ સંઘ ઉદાર છે, ધિર્મ પ્રકાસે ચઉમુખ ચઉવિધ, સુણતી પરખદા બાર છે; પંચવણ શુક અનિયત આવશ્યક, તિમ વલી મહાવ્રત ચાર છે, ઈણિ અરથે દ્વાદશાંગી મનહર, હું વંદુ શ્રીકાર જી. ધન્ય તે દેવ જે સમક્તિધારી, સીમંધરજિનરાય છે, વંદે પાપ નિકંદે ભવનાં, સુણે દેશના નિરમાય છે; તે સુર હિતકર થઈ જિન ઉત્તમ, મેલે મુને આય છે, પદ્ધવિજય કહે જિણી પરે મુજને, વહેલું શિવસુખ થાય છે. ૪
+ ૩ (રાગમોહરમૂર્તિ મહાવીરતણું.) શ્રી સીમંધરસ્વામી કેવલા, સિહાસન બેઠા નિરમાલા; શ્રી સીમંધરસ્વામી તાર તાર, મુજ આવાગમન નિવાર વાર. ૧
શ્રીશાશ્વતજિન સ્તુતિ
+ ૧ (રાગ-વીરજિનેસર અતિઅલવેસર. ) ચાર નિક્ષેપા શ્રીજિનવરકેરા, હું પ્રણમું એક ચિત્ત છે, ઋષભનામ હૃદયમાં ધારે, ભાવ ધરી ભગવંત જી; દ્રવ્ય ઘણે જિણે પૂજા કીધી, પૂજ્યા તે નર સાર છે, પૂજ્યા વિના કઈ મુગતિ ન પામે, તે નિચ્ચે નિરધાર છે. ૧ રાષભાનન નામે જિનપ્રતિમા, ચંદ્રાનન ચિત્ત ધાર છે, વારિણુ નામે જિનપ્રતિમા, શ્રી વર્ધમાન જુહાર જી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org