________________
પીનેમનાથજિન સ્તુતિઓ
: ર૬૭ : + ૩ (રાગમોહરમૂર્તિ મહાવીરતણું.) ઉજવલગિરિવર નેમિજિનેસર, રા રાજુલ કંત અલવેસરુ શંખ લંછન અતિથી દિવાકરું, બાવીશમે નેમિજિનેસ. ૧ રાજા સમુદ્રવિજયકે કુઅર, શિવાદેવીમાતાએ ઉરે ધરું; દાન દેઈને જીવદયા કરું, પંચ મહાવ્રત લીયે મુનિસરુ. ૨ સ્વામી સૂત્ર સિદ્ધાન્ત અલકર્યો, વર કેવલજ્ઞાને તે ભર્યો, ઉગ્રસેન કુંઅરી પરિહરી, કાજ સારી જઈ મુગતિ વધુ વરી. ૩ એહવા જિનવર વંદુ હિતકારી, ચિત્ત ચોખું થાયે તિણકારી; કરેજેડી કવિયણ ઇમ ભણે, અંબાઈ નામે વાંછિત ફલે. ૪
શ્રાવણ શુદિ દિન પંચમી એ, જનમ્યા ને મણિંદ તે, શ્યામ વરણ તનુ શોભતું કે, મુખ શારદકે ચંદ તે; સહસ વરસ પ્રભુ આઉખું એ, બ્રહ્મચારી ભગવંત તે, અષ્ટ કરમ હેલા હણીએ, પહેતા મુક્તિ મહંત તે. ૧ અષ્ટાપદ પર અદિજિન એ, પહેલા મુક્તિ મઝાર તે, વાસુપૂજ્ય ચંપાપુરી એ, નેમ મુક્તિ ગિરનાર તો પાવાપુરી નગરીમાં વળી એ, શ્રીવરતણું નિર્વાણ તે, સમેતશિખર વીસ સિદ્ધ હુઆ એ, શિર વહુ તેહની આણ તે. ૨ નેમનાથ જ્ઞાની હુઆ એ, ભાખે સારવચન તે, જીવદયા ગુણ વેલડી એ, કીજે તાસ જતન તે; મૃષા ન બેલે માનવી એ, ચેરી ચિત્ત નિવાર તે, અનંત તીર્થકર એમ કહે એ, પરિહરીએ પરનાર તે. ૩ ગોમેધ નામે યક્ષ ભલે એ, દેવી શ્રી અંબિકા નામ તે, શાસન સાનિધ્ય જે કરે એ, કરે વળી ધર્મને કામ તે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org