________________
: ૧૬ :
સ્તુતિ તરંગિણું : તૃતીય તરણ
પ્રાત:સમે દીક્ષા કલ્યાણક, બીજ દિવસ ચિત્ત ધરીએ જી, સાંજ સમે સ્વામી મુક્ત રહેતા, તાસ ભવિયણ અનુસરીએ છે; ત્રીજ દિને આદિ પાસ નેમીસર, પંચ કલ્યાણક સુણીયે જી, ચોવીશ જિનના અંતર કહીયે, સત્ય વચન ચિત્ત ધરી છે. ૨ આઠ દિવસ લગી અમર પળાવે, દાન સંવત્સરી દીજે જ, તપ અઠ્ઠમ કરી બારશે સુણીયે, મુગતિતણું ફલ લીજે જી; થિરાવલી ને સમાચારી, પટ્ટાવલી ગુણ કીજે જી, લખો લખાવે ભણે ભણાવે, શાસ્ત્ર સૌ પ્રણમીજે છે. ૩ સંવછરીપડિમણું કીજે, ખામણા સાથે કરીએ છે, પારણે સ્વામિવછલ કરતાં, પુણ્યભંડારને ભરીયે જી; શાસન દેવી સમતિધારી, સંઘ સ ક લ હિતકારી છે, વિજયસિંહસૂરિ સેવક પણે, બુદ્ધિવિજય જયકારી છે. ૪
૧૧ (રાગ-વીરજિનેસર અતિઅલવેસર.) પર્વ પજુસણ પુણ્ય પામી, વિરવચન આરાધે છે, સામાયિક પડિક્કમણું પિસહ, ભાવ સહિત સહુ સાધે છે; મનુષ્યદેહ શ્રાવક જન્મા, એ સાવિ દુલભ લાધે છે, સમકિત શુદ્ધ કરી ભવિ કિરિયા, જિમ ગુણઠાણે વધે જી ૧ ચોવીશ જિનવર મહાતીમ, કલ્પસૂત્રમાંહે ભાખ્યું છે, પુણ્યવંત જે શ્રવણે સાંભળી, હૃદયકમલમાહે રાખ્યું છે; ક્રોધ માયા લેભ મદ કેરે, વીરે દૂષણ દાગે છે, ચાર પ્રકારે ધર્મ પ્રકાસ્ય, શિવરમણી સુખ ચાખે છે. ૨ આઠ દિવસ અઠ્ઠાઈ પાળે, કર્મ કાઠીયા ટાળો છે, જીવદયા જતનનું પાળે, મને સંવેગે વાળે છે; માયાને મ કરજે માળે, ટાળે ચંચળ ચાલે છે, - જન્મ જરા મરણ ભય ટાળો, સિદ્ધનાં સુખ નિહાળે છે. ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org