________________
િનેમિનાથ જિન સ્તુતિઓ
:૭૩: ૧૪ (રાગ-વિમલ કેવલજ્ઞાન કમલા.) સુર અસુર વંદિત પાયપંકજ, મયણમલ્લમèભિi, ઘન સુઘન શ્યામ શરીર સુંદર, શંખ લંછન શેજિત; શિવદેવીનંદન ત્રિજગવંદન, ભવિક કમલ દિનેશ્વર, ગિરનાર ગિરિવર શિખર વંદુ, શ્રી નેમિનાથ જિનેશ્વર. ૧ અષ્ટાપદે શ્રીઆદિજિનવર, વીર પાવાપુરી વરુ, વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધા, નેમ રેવાગિરિવરુ; સમેતશિખરે વીશ જિનવર, મુક્તિ પહોતા મુનિવરુ, ચેવીશ જિનવર નિત્ય વંદુ, સયલ સંઘ સુëકરું. ૨ ઈગ્યાર અંગ ઉપાંગ બાર, દશ પન્ના જાણીયે, છ છેદ ગ્રન્થ પથ્થસથ્થા, ચાર મૂલ વખાણું, અનુગદ્વાર ઉદ્ધાર નંદી, સૂત્ર જિનમત ગાઈએ, વૃત્તિ ચૂણિ ભાષ્ય પીસ્તાલીશ આગમ ઠાઈએ. ૩ દેય દિશી બાલક દેય જેહને, સદા ભવિયણ સુખકરુ, દુઃખહરી અંબા લુંબ સુંદર, દુરિત દોહગ અપહરું; ગિરિનારમંડન નિમિજિનવર, ચરણ પંકજ સેવીયે, શ્રીસંઘ સુપ્રસન્ન મંગલ, કરે તે અંબાદેવીએ. ૪
૧૫ (રાગ-શંખેશ્વર પાસજી પૂછયે.) નેમીશ્વરનાથ સદા નમીયે, મહામહ રિપબલને દમીયે, પરભાવરમણતા સવિ ગમીયે, નિજ આતમતત્વ સદા રમીયે. ૧ શતા ધળા દે જિનવરા, નીલા કાલા દે સુખકરા; સોવન વાને ઉંડસ વરા, વીસે વંદુ દુ:ખહરા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org