________________
VI
સુગમતા રહે તે હેતુથી વ્યાકરણ સંબંધી શબ્દમહાર્ણવન્યાસ-ધાતુપારાયણ-ક્રિયારત્નસમુચ્ચયાદિ અનેકવિધ ગ્રંથોના ઉદ્ધરણો આપ્યાં છે. તથા પાટણ જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલી બીજી હસ્તલિખિત પ્રતિને આધારે ઉદ્ધરણો-પાઠાંતરો આપવામાં આવ્યાં છે ત્યાં રે કરવામાં આવ્યો છે.
બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.સા. તથા પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયશીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા-કૃપાથી ત્રીજા ભાગનું સંપાદન કાર્ય કરી શક્યો છું.
ગ્રંથપ્રકાશનમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહભાગી બનનાર સર્વેની અનુમોદના. ગ્રંથનું સંપાદન કરતાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો સુધારી લેવા વિનંતિ.
જ્ઞાનપંચમી, ૨૦૬૭ જીવિત મહાવીર સ્વામી જૈન દેરાસર, કેબીનચોક, મહુવા (શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિ-કાળધર્મભૂમિ)
મુનિ વિમલકીર્તિવિજય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org