________________
આગમ - ૮
ધર્મસ્થાનુયોગમય અંતકૃદ્દશાંગસૂત્ર - ૮
અન્યનામ :- અંતગડદા
શ્રુતસ્કંધ
વર્ગ
અધ્યયન
પદ
ઉપલબ્ધ મૂલપાઠ ગદ્યસૂત્ર
પદ્યસૂત્ર
-----
--૯૦
-૨૩,૨૮,૦૦૦
-------
乐乐出
૯૦૦
૨૬ --૧૧
સરળ ગુજરાતી ભાવાર્થ
શ્લોક પ્રમાણ
પ્રથમ વર્ગ
(૧) અધ્યયન : ગૌતમ
પ્રથમ વર્ગના આરંભમાં દસ અધ્યયનોના નામ પછી ગૌતમ નામના અધ્યયનમાં દ્વારિકા વર્ણન, રૈવતક પર્વત, નંઠનવન ઉદ્યાન, સુરપ્રિય યક્ષાયતન અને અશોક વૃક્ષના વર્ણન પછી વાસુદેવ કૃષ્ણનું વર્ણન તેમજ દ્વારિકા નગરીના વૈભવનું વર્ણન કરીને અંધકવૃષ્ણી રાજા અને ધારિણી રાણીના રાજકુમારપુત્ર ગૌતમનો આઠ કન્યાઓ સાથે વિવાહ, ભગવાન અરિષ્ટનેમિનું સમવસરણ, ગૌતમકુમારના વૈરાગ્ય, દીક્ષા, ૧૧ અંગોનું અધ્યયન, તપ આરાધન, પડિમા આરાધન, અંતિમ સાધના, શત્રુંજય પર્વતપર એક માસની સંલેખના, બાર વર્ષના શ્રમણજીવન અને નિર્વાણનું વર્ણન છે. (૨-૧૦) આ નવ અધ્યયનોમાં પિતા વૃષ્ણી અને માતા ધારિણીના સમુદ્ર, સાગર, ગંભીર, સ્તિમિત, અચલ, કપિલ, અક્ષોભ, પ્રસેનજિત્ અને વિષ્ણુ રાજકુમારોના વૈરાગ્ય, દીક્ષા, શ્રમણ જીવન અને નિર્વાણ વગેરે વર્ણનો છે.
દ્વિતીય વર્ગ
અધ્યયન : અક્ષોભ
(૧-૮) આ આઠ અધ્યયનોમાં પિતા વૃષ્ણી અને માતા ધારિણીના અનુક્રમે અક્ષોભ, સાગર, સમુદ્ર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ અને અભિચંદ્ર રાજકુમારોના ગુણરત્ન તપ,
૧૬ વર્ષનું શ્રમણ જીવન, અંતિમ આરાધના, શત્રુંજય પર્વતપર એક માસની સંલેખના અને અંતે નિર્વાણનું વર્ણન છે.
તૃતીય વર્ગ
(૧) અધ્યયન : અનિયશ
આ વર્ગના આરંભે દસ અધ્યયનોના નામ પછી ભદ્દિલપુર નગર, શ્રીવન ઉદ્યાન નાગ અને સુલસાના અનિયાકુમારનો ૩૨ કન્યાઓ સાથે વિવાહ, ભગવાન અરિષ્ટનેમિના સમવસરણ પછી વૈરાગ્ય અને પ્રવ્રજ્યાગ્રહણ, ચૌદ પૂર્વોનું અધ્યયન, ૨૦ વર્ષનું શ્રમણ જીવન, શત્રુંજય પર્વત પર અંતિમ સાધના, એક માસની સંલેખના અને અંતે નિર્વાણનું વર્ણન છે.
(૨-૬) આ પાંચ અધ્યયનોમાં નાગ અને સુલસાના કુમારો અનુક્રમે અનંતસેન, અનિહત, વિદુ, દેવયા અને રાત્રુંજયના દીક્ષાથી માંડીને નિર્વાણ સુધીનું વૃત્તાન્ત છે. (૭) અધ્યયન : સારણ
આ અધ્યયનમાં દ્વારિકા નગરીના વસુદેવરાજાના સારણકુમાર ના પ૦ કન્યાઓ સાથે એકસાથે વિવાહ, ચૌદ પૂર્વોનું અધ્યયન, ૨૦ વર્ષનો શ્રમણ પર્યાય, શત્રુંજય પર્વત પર અંતિમ આરાધના અને અંતે નિર્વાણનું વર્ણન છે. (૮) અધ્યયન : ગજસુકુમાર
આ અધ્યયનમાં ભગવાન અરિષ્ટનેમિનું સમવસરણ, ત્રણ સંઘાટક (બે શ્રમણોનું એક સંઘાટક)માં છ અણગારોનું દેવકીરાણી પાસે ગોચરી માટે આગમન, દેવકીની જિજ્ઞાસા, ભગવાન દ્વારા સમાધાન, દેવકીરાણીનું આર્તધ્યાન, શ્રીકૃષ્ણ દ્વારા આર્તધ્યાન તથા હરિણગમેષી દેવનું આરાધન, ગજસુકુમારનો જન્મ, વૈરાગ્ય વગેરેનું વિસ્તૃત વર્ણન છે. (૯) અધ્યયન : સુમુખ
આ અધ્યયનમાં દ્વારિકાનગરી, રાજા બળદેવ, રાણી ધારિણી, તેમનો સુમુખકુમાર, તેનો ૫૦ કન્યાઓ સાથે વિવાહ, ભગવાન નેમિનાથનું સમવસરણ, પ્રવચન અને સુમુખકુમારની પ્રવ્રજ્યા, ૨૦ વર્ષનું સાધુજીવન, શત્રુંજય પર્વત પર અંતિમ સાધના અને મુક્તિગમનનું વર્ણન છે.
(૧૦-૧૨) આ ત્રણ અધ્યયનોમાં રાજા વાસુદેવ અને રાણી ધારિણીના દુમુખ, ફૂપહારક અને દારુક નામના કુમારોના આરાધન વગેરે પૂર્વવત્ વર્ણનો છે. (૧૩) અધ્યયન : અનાધૃષ્ટિ
આ અધ્યયનમાં રાજા વસુદેવ અને ધારિણીના અનાધૃષ્ટિ કુમારના જીવનવૃત્તાંત અને નિર્વાણનું વર્ણન છે.
OU
श्री आगमगुणमंजूषा २७