________________
વર્ષના શ્રમણ પર્યાય અને વિપુલગિરિ પર મોક્ષગમનનું વર્ણન છે. (૧૦) અધ્યયન : સુદર્શન
આ અધ્યયનમાં વાણિજ્ય ગામના સુદર્શનનું પાંચ વર્ષ નિર્ગંય જીવન અને વિપુલગિરિ પર મોક્ષગમન વગેરે વર્ણન છે. (૧૧-૧૩) આ અધ્યયનમાં અનુક્રમે શ્રાવસ્તીનગરીના પૂર્ણભદ્ર, સુમનભદ્ર અને સુપ્રતિષ્ઠના ૨૭ વર્ષના શ્રમણજીવન અને વિપુલગિરિ પર નિર્વાણ વગેરે વર્ણન છે. (૧૪) અધ્યયન : મેઘ
સરળ ગુજરાતી ભાવાર્થ
આ અધ્યયનમાં રાજગૃહના મેઘનું વિપુલગિરિ પર નિર્વાણ સુધીનું વર્ણન છે. (૧૫) અધ્યયન : અતિમુક્ત
આ અધ્યયનમાં પોલાસપુર નગર, શ્રીવન ઉદ્યાન, રાજા વિજય અને રાણી શ્રીદેવીના વર્ણન પછી રાજકુમાર અતિમુક્ત, ભગવાન મહાવીરના સમવસરણ વખતે શ્રી ગૌતમ ગણધરનું ભિક્ષા માટે જવું, અતિમુક્તનું ધર્મશ્રવણ, દીક્ષા, ૧૧ અંગોનું અધ્યયન, ગુણરત્ન તપની આરાધના, વિપુલગિરિ પર મોક્ષગમન વગેરે વર્ણન છે. (૧૬) અધ્યયન : અલક્ષ
આ અધ્યયનમાં વારાણસી નગરી, કામ મહાવન ચૈત્ય અને રાજા અલક્ષના વર્ણન પછી ભગવાન મહાવીરનું સમવસરણ, પ્રવચન, રાજાને વૈરાગ્ય, દીક્ષા ગ્રહણ, ૧૧ અંગોનું અધ્યયન, વિપુલગિરિ પર નિર્વાણ વગેરે વર્ણન છે.
સક્ષમ વર્ગ
(૧) અધ્યયન : નંઠા
આ અધ્યયનમાં રાજગૃહ નગરી, ગુણશીલ ચૈત્ય, રાજા શ્રેણિક, રાણી નંદા અને ભગવાનના સમવસરણ વગેરે વર્ણન પછી રાણી નંદાને વૈરાગ્ય, ૧૧ અંગોનું અધ્યયન, ૨૦ વર્ષનું શ્રમણી જીવન અને નિર્વાણ વગેરે વર્ણન છે.
(૨-૧૩) આ ૧૨ અધ્યયનોમાં અનુક્રમે રાજા શ્રેણિકની ૧૨ રાણીઓ નંદમતી, નંદોત્તરા, નંદશ્રેણિકા, મહકા, સુમરુતા, મહામરુતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના અને ભૂતઠિન્નાના જીવન વૃત્તાંતનું વર્ણન છે.
અઠ્ઠમ વર્ગ
(૧) અધ્યયન : કાલી
આ અધ્યયનમાં ચંપા નગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, રાજા કોણિક, માતા રાણી કાર્લીદવી,
蛋蛋
ભગવાન મહાવીરનું સમવસરણ, પ્રવચન વગેરે વર્ણન પછી કાર્લીદેવીની પ્રવ્રજ્યા, ૧૧ અંગોનું અધ્યયન, આર્યો ચંદનબાલા પાસે આજ્ઞા અને રત્નાવલી તપ આરાધના, આઠ વર્ષનું શ્રમણી જીવન, એક મહિનાની સંલેખના અને નિર્વાણ વગેરે વર્ણન છે.
(૨) અધ્યયન : સુકાલી - ક્નકાવલી તપની આરાધના. (૩)અધ્યયન : મહાકાલી – ક્ષુદ્રસિંહ નિષ્ક્રીડિત તપની આરાધના. (૪) અધ્યયન ઃ કૃષ્ણા - મહાસિંહ નિષ્ક્રીડિત તપની આરાધના. (૫) અધ્યયન : સુકૃષ્ણા – સાત, આઠ, નવ, દસ ભિક્ષુપ્રતિમાની આરાધના. (૬) અધ્યયન : મહાકૃષ્ણા - ક્ષુદ્ર સર્વતોભદ્ર પ્રતિમાની આરાધના. (૭) અધ્યયન : વીરકૃષ્ણા – મહાસર્વતોભદ્ર પ્રતિમાની સાધના. (૮) અધ્યયન : રામકૃષ્ણા – ભદ્રોત્તર પ્રતિમાની સાધના. (૯) અધ્યયન : પિતૃસેનકૃષ્ણા – મુક્તાવલી તપની આરાધના.. (૧૦) અધ્યયન : મહાસેન કૃષ્ણા - આયંબિલ વર્ધમાન તપની આરાધના.
ઉપરના બધાને ૧૭ વર્ષનો દીક્ષા પર્યાય, એક માસની સંલેખના અને સિદ્ધિપદ પ્રાપ્તિ વગેરે વર્ણન છે.
श्री आगमगुणमंजूषा २९ 新編編編編編卐R