________________
© સરળ ગુજરાતી ભાવાર્થ
અન્યનામ :- સમાય.
શ્રુતસ્કંધ
અધ્યયન
ઉદ્દેશક
પ
ઉપલબ્ધ પાઠ
ગદ્યસૂત્ર
પદ્યસૂત્ર
આગમ - ૪
દ્રવ્યાનુયોગ પ્રધાન સમવાયાંગ સૂત્ર – ૪
૧
૧
૧
૧, ૪૪, ૦ ૦ ૦
HONDA UA UA
૧૬ ૬ ૭ ૧૬૦ F
શ્લોક પ્રમાણ
૧) સમવાયમાં આત્મા – અનાત્મા, દંડ- અદંડ, ક્રિયા- અક્રિયા, લોક- અલોક, ધર્મઅધર્મ, પુણ્ય- પાપ, બંધ-મોક્ષ, આશ્રવ સંવર, વેઠના - નિર્જરા અને અંતે કેટલાક ભવ્ય જીવો એક ભવ પછી મુક્તિ પામે છે તેનું વર્ણન છે.
૨) સમવાયમાં બે દંડ, બે રાશિ, બે બંધન વગેરેનું વર્ણન કરી અંતે બે ભવમાંથી મુક્તિની
વાત કરી છે.
૩) સમવાયમાં ત્રણ દંડ, ત્રણ ગુપ્તિ, ત્રણ શલ્ય, ત્રણ ગારવ,ત્રણ વિરાધના વગેરેનું વર્ણન કરી ત્રણ ભવથી મુક્તિનું વર્ણન છે.
૪) સમવાયમાં ચાર કષાય તેમજ ધ્યાન, ક્રિયા, સંજ્ઞા, બંધ, યોજનનું પરિમાણ વગેરેનું વર્ણન કરી અંતે ચાર ભવથી મુક્તિની વાત કરી છે.
૫) સમવાયમાં પાંચ ક્રિયા, મહાવ્રત, કામગુણ, આશ્રવદ્વાર, સંવરદ્વાર, નિર્જરાસ્થાન, સમિતિ, અસ્તિકાય વગેરેનું વર્ણન કરી અંતે પાંચ ભવથી મુક્તિની વાત જણાવી છે.
૬) સમવાયમાંછ લેશ્યા, છ જીવનિકાય, બાહ્ય તપ, આત્યંતર તપ, છાદ્મસ્થિક સમુદ્દાત અને અર્થાવગ્રહનું વર્ણન અને પછી બીજા છ – છ પ્રકારનું વર્ણન કરી અંતે છ ભવની મુક્તિવાળાની વાત જણાવી છે.
૭) સમવાયમાં ભયસ્થાન, સમુદ્ધાત, મહાવીર ભગવાનની ઊંચાઈ વગેરેનું વર્ણન કરી અંતે સાત ભવથી મુક્તિની વાત કરી છે.
૮) સમવાયમાં મઠસ્થાન, આઠ પ્રવચનમાતા વગેરેનું વિસ્તૃત વર્ણન કરી આઠ ભવથી મુક્તિની વાત જણાવી છે.
શર્મા
૯) સમવાયમાં બ્રહ્મચર્ય ગુપ્તિ, બ્રહ્મચર્ય અગુપ્તિ, ભગવાન પાર્શ્વનાથની ઊંચાઈ વગેરેનું વિસ્તૃત વર્ણન કરી અંતે નવ ભવથી મુક્તિની વાત કરી છે.
૧૦) સમવાયમાં શ્રમણધર્મ, ચિત્તસમાધિસ્થાન વગેરેનું વિસ્તૃત વર્ણન કરી દસ ભવથી મુક્તિની વાત જણાવી છે.
૧૧) સમવાયમાં ઉપાસક પરિમા, ભગવાન મહાવીરના અગિયાર ગણધરો અને અંતે અગિયાર ભવથી મુક્તિની વાત છે.
૧૨) સમવાયમાં ભિક્ષુપ્રતિમા, વંદનના આવર્ત, જઘન્ય દિવસ-રાત્રિના અહોમુહૂર્ત અને અંતે બાર ભવથી મુક્તિની વાત જણાવી છે.
૧૩) સમવાયમાં ક્રિયાસ્થાન, સૂર્યમંડલનું પરિમાણ અને અંતે તેર ભવથી મુક્તિની વાત જણાવી છે.
૧૪) સમવાયમાં ભૂતગ્રામ, પૂર્વગુણસ્થાન, ચક્રવર્તીના રત્ન, ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ સંપદા અને અંતે ચૌદ ભવથી મુક્તિની વાત કરી છે.
૧૫) સમવાયમાં પરમાધાર્મિક દેવ, ભગવાન નેમિનાથની ઊંચાઈ, વિદ્યાપ્રવાદપૂર્વનું વસ્તુ, સંજ્ઞી મનુષ્યમાં યોગ અને અંતે પંદર ભવથી મુક્તિની વાત છે. ૧૬) સમવાયમાં સૂત્રકૃતાંગના સોળ અધ્યયનની ગાથાઓ, કષાયના ભેદ, મેરુ પર્વતના
નામ અને અંતે સોળ ભવથી મોક્ષે જનારની વાત છે.
૧૭) સમવાયમાં સત્તર પ્રકારના અસંયમ-સંયમ અને અંતે સત્તર ભવથી મુક્તિની વાત જણાવી છે.
૧૮) સમવાયમાં બ્રહ્મચર્ય, ભગવાન નેમિનાથની ઉત્કૃષ્ટ સંપદા, બ્રાહ્મી લિપિના અઢાર પ્રકાર અને અંતે અઢાર ભવથી મુક્તિની વાત કરી છે.
૧૯) સમવાયમાં જ્ઞાતા ધર્મકથા, પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયન અને અંતે ઓગણીસમા ભવથી મુક્તિની વાત જણાવી છે.
૨૦) સમવાયમાં અસમાધિસ્થાન, ભગવાન મુનિસુવ્રત સ્વામીની ઊંચાઈ અને અંતે વીસ ભવથી મુક્તિની વાત જણાવી છે.
૨૧) સમવાયમાં સબલ દોષ અને અંતે એકવીસમા ભવે મુક્તિ થવાની વાત છે. ૨૨) સમવાયમાં પરી, દષ્ટિવાદની વિગતો, પુદ્ગલના પ્રકાર અને અંતે બાવીસ ભવથી મુક્તિની વાત કરી છે.
૨૩) સમવાયમાં સૂત્રકૃતાંગના બે શ્રુતસ્કંધોના અધ્યયન અને અંતે તેવીસ ભવથી મુક્તિ
જવાની વાત જણાવી છે.
૨૪) સમવાયમાં ચોવીસ તીર્થંકર તેમજ ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી વગેરે નદીઓના પ્રવાહ, વિસ્તાર અને અંતે ચોવીસ ભવે સિદ્ધ થનારની વાત છે.
NO
श्री आगमगुणमंजूषा ९