________________
(૧૩)
શકે ખરૂં ? કદાપિ નહીં. હાં, શાસન હેલનાથી ડરે છે એમ નહિ, પણ શાસન હેલનાને કરો છો એમ તે સિદ્ધ થઈ શકે. ખરૂં તો એ છે કે જેણે પત્રની સાર્થકતા પેટ ભરવાને વાસ્તેજ સમજી છે એવા નાસ્તિક પત્રમાં શાસનની હેલના સિવાય બીજું શું હોય છતાં તમે શાસનસેવાને ડોળ વાલો છે એને જ અમે તમારી બગભકિત માનીયે છીએ. આગળ ચાલતાં બેચરદાસના વિષયમાં જે લખાણ લખ્યું છે તે હેંડબિલના ઉત્તર રૂપે ન હોવાથી ઉપેક્ષણીય છે. તેવાર પછી શ્રીજીમહારાજે ખુલાશો કર્યો ઈત્યાદિ આ લખાણ એવું અસત્ય છે કે, જેમ કાઈ કહે કે મેં વંધ્યા પુત્રે ગર્દભ શૃંગનું તીર બનાવી આકાશ કુસુમને વિધ્યું છે. ત્યાર પછી જન તંત્રીને પક્ષપાત” એ નામના હેડબિલને વાંચી પગથી માથા સુધી જવાલા લાગી હોય એમ બાવરા બની જઈ, અમરવિજય મહારાજ ઉપર ખેટા આક્ષેપ કરી જેમ કેઇ ડુબતે માણસ તરણને પકડે તેમ કર્યું છે. એડિટરજી! તમને શું ખબર નથી કે તમારા વાહાલા ખબર પત્રિ એવા અધમ કામના કરવાવાળા છે કે, જેમનું નામ લેવું પણ ધર્મિષ્ઠ પુરૂષ સારૂ ગણતા નથી. એવા નીચ આદમી થોના કહેવાથી તમે લખાણ લખતાં અનેક વાર ફસાઈ લેખને પાછા ખેંચી લીધા છે થોડા વખત પહેલાં એક મનુષ્ય “ અમરવિજયજી મહારાજ કાલ કરી ગયા છે અને તેમના કાલ ધર્મ નિમિત્તે પુજાઓ ભણાવી છે ત્યાદિ ” ખોટા સમાચાર તમને આપ્યા હતા, અને તમે પિતાનાજ છાપામા છપાવ્યા હતા. હવે જરા મગજને ઠેકાણે લાવી વિચાર કરો કે, જે નાચ મનુષ્ય પ્રત્યક્ષ વિરૂદ્ધ તેમના કાલ કરી જવાના નીચ સમાચાર લખે એ નીચ મનુષ્ય જેમની બાબત જે લખે અથવા કહે તે સાચું કેવી રીતે હોઈ શકે? આટલે વિચાર કઈ મૂઢમાં મૂઢ હોય તે પણ કરી શકે, છતાં તમે ન્યાયમાર્ગને ભૂલી, અને મહારાજના કરેલા સત્યખંડનથી ગાભરા બની જઇ પોતાની મતિક૯૫નાથી અથવા કાઈ નીચ મનુષ્યના કહેવાથી જે કાંઈ લખાણ કર્યું છે તેથી જ તમારી અંદર ન્યાયપક્ષને તથા શાસન સેવાને અને જૈનધર્મની થતી નિંદાથી બચવાનો કેટલે પ્રેમ તથા પ્રયત્ન છે તે સારી રીતે માલુમ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org