________________
( ૨ ) શબ્દો કહેલા છે; તે અંતિમ સિદ્ધાંત રૂપે જ હતા એમ એના અક્ષર પરથીજ સિદ્ધ થાય છે હાં. જ્યારે ચારે તરફથી ફિટકાર વરસાદ વરસવા લાગે ત્યારે ડરથી કબુલ કરતા હશે કે મેં અમુક અમુક અભિપ્રાયથી કહ્યું નથી. તંત્રીજી ! જરા અંતરચક્ષુ ઉપરના પક્ષપાતરૂપી ચસ્મા ઉતારી નાંખે તે માલુમ પડશે કે, બેચરદાસે દેવદ્રવ્યાદિ વિષયમાં જે વિચારે કહેલા છે તે દુરાગ્રહથી અસિદ્ધાંતરૂપ છતાં પોતાની સમજ પ્રમાણે સત્ય સિદ્ધાંતરૂપેજ કહેલા છે એ વિષયના નિર્ણય માટે જૈનધર્મ પ્રકાશ માસિક અંક ૩. પૃષ્ટ ૮. પુસ્તક ૩૫ મું જુ. એમાંથી એમની દુરાગ્રહ બુદ્ધિને પુરો પરિચય મળશે; કેમકે એમને એક વિષયમાં એવા નિરૂત્તર કર્યો છે કે, જેમાં સેલિસિટરે પણ કહ્યું હતું કે, આ તમારે હેતુ સિદ્ધ છે છતાં એમણે પિતાની હઠ છેડી નથી. તંત્રીજી ! કેમ થયું ? આ વાત તમોએ વાંચી નથી કે વાંચતાં પક્ષપાતનાં પાળ આવી ગયાં હતાં? જરા ખુલાસો કરશે. બીજી એ વાત છે કે, તેજ સભામાં બેચરદાસે પિતાલિસ આગમ માનવાં છેડી દીધાં અને હું અગિયાર અંગને માનું છું. અને તેમાં પણ મિશ્રણ થયેલું છે, એવા સબ્દો જે કહેલા તે નવીન મત કહેવાય કે પ્રાચીન? જવાબમાં નવીનજ મત કહેવો પડશે. તો પછી બેચરદાસ નવીન શાસન પ્રરૂપવા કે શાસ્ત્ર રચવા માંગતા નથી. એ કેવી રીતે સિદ્ધ થઈ શકે ? અને એમણે વધારે શોધખોળ કરવાના ઇરાદાથીજ દેવદ્રવ્યાદિ વિષયમાં ભાષણ આપ્યું હતું. એવું લખવું પણ તદ્દન અસત્ય છે; કેમકે અભ્યાસ અને અનુભવ પરત્વે જે વાતો કરવાની હોય તેને ઠંગ જુદો હોય છે અને બેચરદાસનું ભાષણ તે ઢંગથી હજારો માઈલ દૂર છે છતાં તમારી મતિના વિપર્યાસથી તમને તે વાત ન ભાસે તો ચૂપ કરીને બેસી રહે, પણ વ્યર્થ ભેળા લોકોની શ્રદ્ધા બગાડી દુર્ગ તિને માગે શા માટે પકડે છે. આ ખેલીને તમે બીજું કાંઈ ન જોતાં તા. ૨૫ મી મે સન ૧૯૧૯ નું તમારું જૈન પેપરનું લખાણજ તપાસી લે. તમસ્તરણ નામના લેખથી બેચરદાસે જે પૂર્વાચાર્યોને નીચ રૂપક આપ્યું છે તેથી જ તેમના હૃદયની પરીક્ષા શું નથી થઈ શકતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org