________________
છતાં આવી કથાઓ, શુભ આશયથી, પણ શાસ્ત્ર અને કર્મશાઅના નીયમથી વિરૂદ્ધ નજરે પડે છે. કથા સાહિત્ય, અક્કલ અને ચાત્રથી વિરૂદ્ધ વાતથી ભાવવું કે ભરવું એ આવકારદાયક નથી.
આજના આ અમુલ્ય પ્રસંગે, મને મારૂ અંતઃકરણ ખાલી કરવા દે. આપણામાં પજુસણ પર્વમાં એ રિવાજ છે કે ચાદ સુપના શ્રી મહાવીરના જન્મ દીને ઉતારવાં. હવે આ સ્વપ્ન ઉતારવામાં એટલું બધું પુન્ય મનાય છે કે, લોકો કેટલાએક મણ ઘી તે માટે બોલે છે, દરીઆના વેપારીઓ, વાંઝીઆઓ ઘણા ભાગે, પ્રભુનું પારણું આદિ સુપને સ્વાર્થ માટે લે છે; હવે તમે જાણીને અજબ થશે પણ મારે ખુલ્લા દિલથી અને શાસ્ત્રો અને આગમના પુરાવા પરથી જણાવી દેવું જોઈએ કે આ રૂઢી પુણ્યની નહિ પણ પાપની છે. વૈષ્ણમાં જેમ કૃષ્ણ જન્મ વખતે રીતભાતે થાય છે, તેવી રીતે પ્રભુને વળી હીંચળવાનું નાટક આપણામાં થાય, અને સાધુઓ આવા પાપને પોતાની છાતી પર ચલાવી લે, અને શ્રાવકે આ મીથ્યાત્વ યિાને મહાપુણ્ય સમજે એ બીના કેટલી બધી ત્રાસજનક છે? હવે આ ચાદ સુપનાનું નાટક એ ફક્ત પાપ ક્રિયા છે. પરંતુ દેવદ્રવ્ય વધે તે માટે આ નાટક મીથ્યાત્વ છતાં આપણે ચાલુ રાખવું એવી જે દલીલ કેટલાએક કરે છે, ત્યારે તે દલીલ કરનારાઓ પર મને દયા આવે છે.
ઉપધાન નામનું તપ કરતી વખતે, માળા પહેરવી પડે છે. હવે આ માળા માટે દશ કે પંદર રૂપીઆ આપવા પડે છે અફસની વાત એ છે કે આ માળાની તેટલી કીંમત હતી નથી. તેમ શાસ્ત્રમાં આવે આચાર પણ કઈ રસ્તે ઉપદેશા નથી. છતાં મારી માતુશ્રીએ જ્યારે ઉપધાન ભાવનગરમાં કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org