________________
ખરા સાધુઓ કેવા હોય, તે બાબત આગમમાં જશે તે આપણું જેવા શથિલ ચારીત્ર વાળાને ઉભજ નહિ રાખે, અને આપણને કદાચ સાધુ તરીકે કબુલશે પણ નહિ. આ કારણથી યુકિત વાદમાં પ્રવીણ એવા સાધુઓએ, આ ફરમાન બહાર પાડયું કે શ્રાવકે આગમે વાંચી શકે નહિ. જો કે વિશેષ આવશ્યક સૂત્રમાં તે ખુલ્લું જણાવવામાં આવ્યું છે કે આગમ પ્રાકૃત ભાષામાંજ લખવાનું કારણ એ કે બધાએ–બલકે, મુરખે અને અને સ્ત્રીઓ પણ તે સહેલાઈથી સમજી શકે. - જૈન સાહિત્યમાં સર્વથી ઉતરતા પ્રકારનું સાહીત્ય આપણું કથા સાહિત્ય છે. કથાઓને તે એક ખજાને જ આપણું સાહીત્યમાં નજરે પડે છે. આ બધી કથાઓમાંની ઘણીક મેં વાંચી છે, અને મને જણાય છે કે, કથાઓમાંથી ૯૫ ટકા જેટલી કથાઓ તે તદનજ કલ્પિત છે, એટલું જ નહિ, પણ તેમાં જે પાપની ધમકી અને પુણ્યની લાલચ અવારનવાર બતાવવામાં આવે છે, તેનું પ્રમાણ સાદી અક્કલ અને કર્મશાસ્ત્ર કદીબી કબૂલ ન કરે તેવું છે. એકજ દાખલે વખતના અભાવે હું તમને કહીશ. એક એવી કથા છે કે, જેમાં દેહરાની એક ઈટ લેઈ જાય તે લઈ જનાર માણસ થી નરકે જાય. હવે કમ શાસ્ત્રની બારાખડી જાણુનાર પણ એમ કહે કે, આટલા સાધારણ ગુન્હાની આવી ભયંકર સજા હેયજ નહિ. જે ઇંટ ચેરનારને ચેથી નરકે મેકલાવીએ તે તેથી ઘણું ચીકણું પાપ માટે તમે કઈ નરકે મેકલાવશે? ટુંકમાં આ કથાઓથી તે ઉલટી જૈન ધર્મની જાહેરમાં મશ્કરી થાય છે, ભય દેખાડવા કે લાલચ બતાવવા માટે કેઈને શાસ્ત્ર વિરૂધની ગપ મારવાને અધિકાર આગમ માં અપાયેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org