________________
( ૪ ) તે મૂતિઓ, એક બીજાની ઓળખાય તે માટે હાલ જે નીશાનીએ છે તે લગાડવામાં આવી છે. અસલ મૂર્તાિઓમાં આવી નશાનીએજ નહી હતી.
હવે એક અજાયબભરી ચીજ જે મારે તમને જણાવવાની છે કે મૂળ આગમે એ જૈન ધર્મના તત્વજ્ઞાનને દરીએ છે. જૈન સાહિત્ય, જે પાછળથી લખાયું છે, તેમાં અને મૂળ જૈન આગમાં એટલે બધે ફરક છે કે, હાલના સાહીત્ય પરથી જૈનધર્મની તદનજ ગેરસમતી ઉભી થાય, જૈનધર્મનું સર્વોતમ અને પ્રથમ પંકિતનું સાહિત્ય જન આગમે છે, અસલ જૈનધર્મના અદ્વિતીય તત્વેનું સત્ય સ્વરૂપ ત્યાં જ પ્રતિપાદિત થયેલું છે કમનસીબે હાલમાં સાધુએ એમ કહે છે કે આ આગ શ્રાવક વાંચી શકે નહિ. યાદ રાખે કે શ્રાવકે આ આગમે હાલમાં સાંભળી શકે છે અને તે સામે સાધુઓને વધે નથી. બલકે સાધુઓ પિોતેજ સંભળાવે છે, પરંતુ આગામે શ્રાવકે વાંચે તો તેઓ વાંધે કહાડે છે અને તેનું કારણ તેઓ એવું જણાવે છે કે અધિકાર વિના ન વાંચી શકાય. હવે અધિકારો અને અનધીકારીની અમુક આકૃતી હોતી નથી કે તે પારખી શકાય. સાધુઓની આ વાત શાસ્ત્રસંમત છે કે નહિ તે જરી હું તમને કહું. આગમાં કઈ ઠેકાણે એ શબ્દ નથી કે જ્યાં એવું જણાવ્યું હોય, કે શ્રાવકે આગામે વાંચે તેમાં પાપ હોય ! ત્યારે આ ગપજે તદનજ શાસ્ત્રવિરૂદ્ધ છે, તે શા માટે મારવામાં આવી હશે એનું કારણ એ છે કે મેં તમને જણાવ્યું છે કે સાધુઓના માટે જે ખરે આચાર અને સર્વોત્તમ ત્યાગ આગમમાં પ્રતિપાદન થએલો છે તે અદશ્ય થઈ ગયે. તાંત્રીક યુગના સાધુઓનું ચારિત્ર, એટલું શિથિલ થઈ ગયું કે, તેઓને એવું લાગ્યું કે જે શ્રાવકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org