________________
( ૨ ). માંડી વાળ્યું, અને તેઓ વસ્તીમાં આવવા લાગ્યા અને આહારદીની ઉપાધીઓના યોગે તેઓએ શ્રાવકને, દેવેને આ ચઢાવવું, આ પહેરાવવું, આ લટકાવવું વિગેરે મારગે ફક્ત પિતાના સ્વાર્થના સંતોષ માટે ઉપદેશ્યા અને આ ઉપદેશના સમર્થનમાં કેટલાએક સાધુઓએ આ યુગમાં એવા સંસ્કૃત ગ્રંથે લખી નાખ્યા છે કે, જેમાં દેવદ્રવ્ય વધારવામાં મહા પુણ્ય અને દેવદ્રવ્યને નુકશાન કરવામાં મહા પાપ જણાવવામાં આવ્યું છે.. પરંતુ મારે તમને ફરી જણાવી દેવું જોઈએ કે મૂળ શાસ્ત્રમાં આ શબ્દ કેઈ ઠેકાણે નથી ને આ દ્રવ્ય ઉક્ત પ્રમાણે અસ્તિત્વમાં આવ્યું છે. ખરી વાત એ છે કે, દેવદ્રવ્ય એ શાસ્ત્રના ટેકાવાળું દ્રવ્ય નથી, આ દ્રવ્ય જેને આપણે દેવદ્રવ્ય તરીકે ગણીએ છીએ. તે રાગ-દ્વેષથી રહિત એવા પ્રભુનું છેજ નહિ. દ્રવ્ય કાંઈ પ્રભુ કમાવા ગયા હતા, અને પ્રભુ વિતરાગ હોવાથી તેને તેની જરૂર પણ હોતી નથી. આ દ્રવ્ય છેજ જૈન સંઘનું અને આ નાણું જૈન સમાજના ઉપયોગી કાર્યમાં ન વાપરી શકાય, એવો શાસ્ત્ર તરફને કેઈપણ વાંધો આગમાં છેજ નહિ. આગના મારા અભ્યાસ પરથી હું તમને ખાત્રી આપીશ કે, આવા દ્રવ્યનો સ્વીકાર પણ ત્યાં નથી. હું તેથી આગેવાનોને પછી તે સાધુઓ હોય કે શ્રાવક હય, દરેકને આ બાબતપર, આ શબ્દ ઉપર ધ્યાન આપવાની અરજ કરું છું. કારણ કે, ઘણુ લાંબા સમયથી એવી જે માન્યતા છે કે, દેવદ્રવ્ય એ તો શાસ્ત્રના આધારથી છે તે માન્યતા તદન ખોટી છે. આ દેવદ્રવ્ય શાસ્ત્ર વિરૂદ્ધ છે, એમ હું છાતી ઠોકીને કહું છું.
હવે હું ભૂતકાળમાં આપણું દેરાઓની કેવી સ્થિતિ હતી. તે બાબત અજવાળું પાડીશ, અસલ બધા દેહરાઓ જંગલે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org