________________
દેવ દ્રવ્ય.
વકતા–પંડીત બેચરદાસ–મુંબાઈ. લગભગ ત્રણ માસ ઉપર પંડિત બેચરદાસ જીવરાજે મુંબઈની માંગરોળ જૈન સભાન હેલમાં દેવદ્રવ્ય વિષે એક જાહેર ભાષણ આપ્યું હતું. પ્રમુખસ્થાન મી. મીચંદ ગીરધર કાપડીયા સેલીસીટરે સ્વીકાર્યું હતું. આ ભાષણને કેટલેક ભાગ અમારા વાંચકેની જાણ માટે નીચે પ્રસિદ્ધ કરીએ છીએ.
દેવદ્રવ્ય શબ્દજ કાંઈક અસંબદ્ધ અને વિચિત્ર છે. જેને જેને દેવ તરીકે સ્વીકારે છે તે રાગ-દ્વેષ-ધન-સ્ત્રી વિગેરેથી મુકત, દરેક કષાયથી રહિત હોય છે. હવે રાગ-દ્વેષ વિનાના પ્રભુનું દ્રવ્ય શી રીતે સંભવી શકે ? આ કારણથી મને જીજ્ઞાસા ઉત્પન્ન થઈ, અને મૂલ જૈન આગમાં આ દેવદ્રવ્ય શબ્દ છે કે કેમ તે તપાસવાને મેં નિશ્ચય કર્યો. જૈનશા મૂળની બારીક તપાસ પછી મને જણાયું કે, આ “દેવદ્રવ્ય” નો પ્રયોગ મૂળમાં કેઈજ ઠેકાણે નથી. પરંતુ આ શબ્દ તાંત્રીક યુગમાં આપણે કેટલાક સાધુઓએ દાખલ કી છે. આ શબ્દ દાખલ કરવામાં સાધુઓને શું મતલબ હશે તે બાબત તપાસવાની મને જીજ્ઞાસા થઈ, અને તપાસ કરતાં જણાયું કે, જ્યારે વિષમકાળ શરૂ થયે, અને આગમાં સાધુએ માટે જે અતિ ઉચ્ચ કોટીને આચાર અને ત્યાગ વર્ણવ્યું હતું, તે જ્યારે સાધુઓ માટે કાળસ્વભાવથી પાળ અશકય થઈ પડયે, જ્યારે સાધુઓએ ઉદ્યાન અને જંગલમાં જ રહી આત્મામાં મસ્ત રહેવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org