SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના નદીસત્રની હરિભકીય ટકા પર આચાર્ય શિરોમણિ શ્રી શ્રીચન્દ્રસૂરિએ રચેલી આ દુર્યપદ વ્યાખ્યા આજે શ્રીસંધ સમક્ષ મૂકતાં આનંદ થાય છે. શ્રીચન્દ્રસૂરિએ રચેલી આ ટીકાનું “દુગપદવ્યાખ્યા નામ જ સૂચવે છે કે તે સમસ્ત ટીકા પરની સવાંગ વ્યાખ્યા નથી પણ કઠિન સ્થાનનું જ સ્પષ્ટીકરણ કરતી માત્ર વ્યાખ્યા છે. ટીકાકારે સ્થાન સ્થાન પર અતિશય સુસ્પષ્ટતા કરવામાં કચાશ રાખી નથી, સ્થાને સ્થાન પર સુભાષિત ટાંકવામાં પણ ન્યૂનતા રાખી નથી. (દા. ત.) अप्रशान्तमती शास्त्रसद्भावप्रतिपादनम् । दोषायाभिनवोदीर्णे शमनीयमिव ज्वरे ॥ धर्मशस्त्रार्थनाशः स्यात् प्रत्यवायो महान् भवेत् । रौद्रदुःखोघजनको दुष्प्रयुक्तादिवोषधात् ॥ 9 ક જ आचार्यस्यैव तज्जाड्यं यच्छिष्यो नावबुध्यते । गावो गोपालकेनेव कुतीर्थनावतारिताः ॥ આ રીતે સ્થળે સ્થળે તેમણે સુભાષિતો ટાંક્યાં છે, જ્યાં જરૂર લાગી છે ત્યાં વ્યાકરણના સૂત્રો પણ ક્યાં છે. કથાઓ મૂકવી આવશ્યક લાગી છે ત્યાં પ્રાકૃત કથાઓ આખી ને આખી જેવી તેમને મલી તેવી સ્થિતિમાં જ મૂકી છે. આ બધું આપણને તેમની ટીકાકાર તરીકેની કુશલતા દર્શાવે છે. ટીકાકારનો પરિચય શ્રીચન્દ્રસૂરિ ચાકુલના મહાન સમર્થ આચાર્ય શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના અતેવાસી હતા. તેમનું નામ પાશ્વદેવગણિ હતું. આચાર્યપદપ્રદાન બાદ તેમનું નામ શ્રીચન્દ્રસૂરિ સ્થાપન કરવામાં આવ્યું. આથી તેઓ “દિજ' નામથી પણ ઓળખાય છે. * દ્વિજપા દેવગણિ એવા ઉલ્લેખ મળે છે તે આ શ્રીચન્દ્રસૂરિ માટેના જ છે. આચાર્યપદકાળ શ્રીચન્દ્રસૂરિને આચાર્યપદ પ્રાપ્તિને સમય વિ. સં. ૧૧૭૧ થી ૧૧૭૪ ને મધ્યકાલ છે. કારણ કે વિ. સં. ૧૧૭૪માં તેમણે રચેલ નિશીથચૂર્ણિના વીસમા ઉદ્દેશકની વ્યાખ્યામાં તેઓ પિતાનું શ્રીચન્દ્રસૂરિ - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002985
Book TitleAgam 44 Chulika 01 Nandi Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrasuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages112
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy