________________
પ્રકાશન અંગે કાંઈક
શ્રીદેવાવાચક ક્ષમાશ્રમણ પ્રણીત શ્રીન’દીસૂત્ર ઉપર યાકિનીમહત્તરાસૂનુ, આચાર્યશિરામણિ, શ્રીહરિભદ્રસુરીશ્વરે રચેલી ટીકાના અમુક અમુક અંશે અતિકિલષ્ટ અને સ્વલ્પબુદ્ધિવાળાઓથી શીઘ્ર ન સમજાય તેવા હોવાથી આચાર્ય પ્રવર શ્રીચન્દ્રસૂરીએ તેના પર વ્યાખ્યા રચી. તે જ આ દુ′પદ વ્યાખ્યા છે.
આ વ્યાખ્યા જ્યારે અમને જોવા મળી ત્યારે અમારી સંસ્થાએ તેને મુદ્રિત કરાવવા વિચાર્યું', અને તેની હસ્તપ્રતિ ઉપરથી તેની પ્રેસકેાપી કરાવી લીધી. પરંતુ હસ્તપ્રતિ પુષ્કળ અશુદ્ધ હતી. બીજી હસ્તપ્રતે મેળવવા અમે કોશિષ કરી પણ તેમાં અમે સફલ ન નીક્યા. પરિણામે જે સ્થિતિમાં પ્રેસકેાપી હતી તે સ્થિતિમાં ય તેને મુદ્રિત કરાવી લેવી એમ વિચાર્યું. જેથી આ વ્યાખ્યા કાલાન્તરે અપ્રાપ્ય ન બની જાય અને ભવિષ્યના ગીતા મહાપુરુષોને આ વ્યાખ્યા સુધારવા માટે એક આલંબન તેા મળે જ.
આ નિય કરી તેને મુદ્રિત કરાવવાના પ્રારંભ કર્યાં. જેમને આના સંપાદનનું કાર્યં સાંપેલું તે શ્રીસુખાધચન્દ્ર નાનાલાલ શાહે જ્યાં જ્યાં કંઈ આધારભૂત મલ્યું ત્યાં શક્ય હતુ` તેટલું આમાં સુધાયુ`. પણ જ્યાં ક ંઈ આધાર ન મળ્યે ત્યાં તેમને તેમ રહેવા દીધું અને ફલસ્વરૂપ આ ગ્રંથ આજે આપના *ક્રમળમાં મૂકવા અમે સમર્થ બન્યા છીએ.
આ પ્રંચ ઘણાં ઘણાં રહસ્યાને છતાં કરે છે તે તે। આના અભ્યાસી આપ મહાનુભાવા આ ગ્રંથના સ્વાધ્યાયથી સમજી જ શકશો.
આ પ્રકાશન શ્રીજૈનસંધ સમક્ષ મૂક્યું છે. સમસ્ત સંધ આના લાભ ઉઠાવી કર્મ નિર્જરા સાધા અને અમે પણ તેમની નિરામાં સહાયક બન્યા તેથી અમારા સંસાર ટુંકા કરીએ, એ જ શ્રીપરઞતારક જિતેન્દ્ર ભગવંતાના ચરણામાં અમારી પ્રાર્થના છે.
આસા સુદ ૧૦ વિજયા દશમી વિ. સ. ૨૦૨૫
Jain Education International
લિઃ
માતી' મગનભાઈ ચાકસી.
મે. ટ્રસ્ટી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્વાર ફ્
For Private & Personal Use Only
www.jainelibrary.org