________________
[૮] પ્રીતિ, ભક્તિ વગેરે ચાર અનુષ્ઠાનની વાત, આલંબન-અનાલંબનની ચચ, નિરાલંબન યોગ પછી મોહસાગર તરીને કેવલજ્ઞાનપ્રાપ્તિ અને અંતે મોક્ષગમનની વાત કરીને ૧૭મી વિશી પૂર્ણ કરેલ છે.
અઢારમી વિંશિકામાં કેવલજ્ઞાનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે. કેવલજ્ઞાનમાં જ્ઞાન અને દર્શનનો અભેદ બતાવી કેવલજ્ઞાનની ત્રિકાલવિષયકતા, સર્વદ્રવ્ય-ગુણ-પર્યાય-વિષયતા, શેય-જ્ઞાનની સામાન્ય-વિશેષાત્મકતાનું નિરૂપણ કરવામાં આવેલ છે. જ્ઞાનનો આકાર પ્રતિબિંબરૂપ નથી પણ શેયગ્રહણ પરિણામ સ્વરૂપ છે. કારણ કે કેવલજ્ઞાન અમૂર્ત છે–આ બાબત અહીં મુખ્યતયા ચર્ચેલ છે. પ્રભાદેષ્ટાન્તની કેવલજ્ઞાનમાં સમતા-વિષમતા ઉપર વિશદ પ્રકાશ પાથરી કેવલજ્ઞાનના ફળરૂપે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ બતાવી ૧૮મી વિશિ પૂર્ણ કરવામાં આવેલ છે.
ઓગણીસમી વિંશિકામાં સિદ્ધ ભગવંતોના પંદર ભેદનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલ છે. સ્ત્રીમોક્ષની સિદ્ધિ વિસ્તારથી કરીને નિરંતર એક-બે-ત્રણ-ચાર વગેરે સમયમાં ઉત્કૃષ્ટથી કેટલા સિદ્ધ થાય ? તેનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલ છે. ઉપમારહિત અનંતસુખ તમામ સિદ્ધભગવંતો ભોગવે છે, એક જ અવગાહનામાં અનંતા સિદ્ધ ભગવંતો રહેલ છે–આવું કહીને ૧૯મી વિશી પૂર્ણ કરવામાં આવેલ છે.
વિશમી વિંશિકામાં સિદ્ધ ભગવંતોમાં દષ્ટાંત, આગમ અને તર્કથી સુખની સિદ્ધિ કરવામાં આવેલ છે. સિદ્ધોનું સુખ (૧) કર્મક્ષયજન્ય છે, (૨) સ્વસંવેદ્ય છે, (૩) વૈકાલિક સર્વ સાંસારિક સુખો. કરતાં અનંત ગણું ચઢિયાતું છે, (૪) ક્ષાયોપથમિક નહિ પણ ક્ષાયિક છે, (૫) શરીર, ઇન્દ્રિય, મન, સંયોગ આદિથી નિરપેક્ષ છે, (૬) ઉત્સુકતા શૂન્ય છે, (૭) પરસ્પર વ્યાબાધારહિત છે, (૮) સ્વાભાવિક છે–આ આઠ બાબતનું વિસ્તારથી નિરૂપણ છેલ્લી વિંશિકામાં કરવામાં આવેલ છે.
ટીકા અંગે કાંઈક વિંશતિ વિંશિક ગ્રન્થ આમ જુઓ તો ઘણો પ્રસિદ્ધ અને ઉપયોગી છે. ચૈત્યવંદન મહાભાષ્ય, ષોડશકટીક, ધર્મસંગ્રહ ટીકા, ધર્મરત્નપ્રકરણ, પ્રતિમાશતક ટીકા, નયોપદેશ ટીકા, તત્ત્વાર્થ ટીકા, બત્રીસ-બત્રીશી ટીકા વગેરે અનેક ગ્રન્થોમાં ઉત્તરકાલીન ગ્રન્થકારોએ પ્રસ્તુત પ્રકરણના શ્લોકો ઉદ્ધત કરેલા છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પણ પોતાના પંચાશકજી, ઉપદેશપદ વગેરે ગ્રન્થોમાં પ્રસ્તુત પ્રકરણના શ્લોકો લીધેલા છે. આ બાબત પ્રસ્તુત પ્રકરણની વ્યાપકતા, ઉપયોગીતા, પ્રમાણિકતાને સિદ્ધ કરે છે. તેમ છતાં આ પ્રકરણના અનેક વિષયો એવા છે જે તદ્દન અપરિચિત હોય. જેમ કે કુલનીતિધર્મવિંશિકાના વિષયો તેમ જ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની શૈલી અત્યંત સંક્ષિપ્ત શબ્દોમાં ઘણું કહી દેવાની હોવાથી તથા પ્રાચીન કોઈ ટીકા ટિપ્પણ, અવચૂર્ણ વગેરે પણ પ્રસ્તુત પ્રકરણ વિશે રચાયેલ ન હોવાથી આ ગ્રન્થને વિશે ટીકા લખવી એ ખૂબ અઘરું અને કપરું કાર્ય ગણાય. તેમ છતાં પૂજ્યપાદ ગીતાર્થવર્ય આચાર્યદિવશ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજે હિંમત, ધીરજ, ખંત અને દીર્ઘકાલીન પરિશ્રમથી એક અનોખું નજરાણું તૈયાર કરેલ છે, જે આજે આપણી સમક્ષ સંસ્કૃત ટીકારૂપે ઉપસ્થિત છે. આ ભગીરથ કાર્યની પાછળ કેવી મહેનત કરવી પડી હશે? એ તો “
વિવ વિનાનાતિ વિકપરિશ્રમ” એ ઉક્તિથી વિદ્વાન લોકો જ સમજી શકશે.
પ્રસ્તુત પ્રકરણમાં મૂળકારશ્રીએ અમુક સ્થળે તો એટલું બધું સંક્ષેપમાં જણાવેલ છે કે સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org