________________
अभिप्रायाः
શ્રેણિ શ્રીદેવચંદ લાલભાઈ જૈન પુરતદ્વાર કુંડ તરફથી પ્રગટ થયેલ પ્રાચીન જૈન પુરતમાં તત્વાર્થાધિગમસત્રને નંબર ૬૭ મે આવે છે. અને તે એ કંડના એક સેક્રેટરી શ્રી. જીવણચંદ પ્રગટ કર્યું છે. આ પુસ્તકના રચનાર પ્રસિદ્ધ જૈન વિદ્વાન મુનિરાજ શ્રીઉમાસ્વાતિ વાચક છે, જ્યારે તેના ઉપર શ્રીદેવગુપ્તસૂરિએ અને શ્રીસિદ્ધસેનગણિએ ટીકા લખી છે. સંપાદકે આ પુસ્તકની પ્રસ્તાવના અંગ્રેજીમાં અને સંસ્કૃતમાં આલેખી છે. પુસ્તક આસરે સાડી પાંચ પાનાનું છે અને તે શ્રીતપાગચ્છાચાર્ય શ્રીમદ્ ૧૦૦૮ વિજયસિદ્ધિસૂરીશ્વરને અર્પણ કરાયેલ હોવાથી તેમની અને શેઠ દેવચંદ લાલભાઈની ત્રિરંગી છબીઓ તેમાં આપી છે.
“તત્ત્વાધિગમસૂત્ર” એ નામ ઉપરથી જ કેઈ સમજી શકે એમ છે કે તેમાં જૈન ધર્મનાં મૂળ તોનું વર્ણન હોવું જોઇએ અને તે પણ તેમજ. આ પુસ્તક જૈન ધર્મના પાયારૂપ છે. તેમાં વિશ્વનાં જુદાં જુદાં ત અને તેના સંબંધોનું લંબાણથી વર્ણન કરવામાં આવ્યું છે. પુસ્તકના પહેલા અધ્યાયમાં ૭ તરનું, જ નિક્ષેપાનું અને છ નાના સ્વરૂપનું, બીજો અધ્યાયમાં આત્માનું, ત્રીજા અધ્યાયમાં નારકીના જીવન અને માનવસૃષ્ટિનું અને તિર્યંચોનું, ચોથા અધ્યાયમાં દેવોનું અને પાંચમા અધ્યાયમાં અજીવનું વર્ણન છે. આ પાંચે અધ્યાયો જૈન ધર્મના પાયારૂપ તના વર્ણનરૂપે છે અને જે કઈ તેને અભ્યાસ કરે તેને જૈન ધર્મ વિષે નો પ્રકાશ મળ્યા વગર નહિ રહે. એ પછીના અધ્યાયમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને લગતી બાબતો સમજાવે છે. ટૂંકમાં આખા પુસ્તકમાં સૃષ્ટિરચનાનું એવું અદ્ભુત કથન છે કે જે હાલની શોધની સાથે સરખાવતાં પણ પ્રાચીન તત્ત્વજ્ઞાનીઓ માટે માન જ ઉત્પન્ન કરે.
સંપાદકે પુસ્તક રચનાર શ્રીમદ્દ ઉમાસ્વાતિ વાચકનું જીવનવૃત્તાંત પણ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાએમાં આપ્યું છે જે પણ વાંચવા લાયક છે. સંપાદકે આ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર કરી પુસ્તકમાં આવેલ તની હાલની વૈજ્ઞાનિક શોધે સાથે સરખામણી કરી હેત તે સંસ્કૃત અને અંગ્રેજી ભાષાથી અજાણ જીજ્ઞાસુઓને વધારે ઉપયોગી થઈ પડત. આ પુસ્તકમાં શ્રી સિદ્ધસેનગણિકૃત ૧૮૦૦૦ શ્લેકની ટીકા તેમજ શ્રીઉમાસ્વાતિ વાચક રચિત ૨૨૦૦ શ્લોકનું ભાષ્ય પણ આપવામાં આવ્યું છે, જેની સામગ્રી આચામાં આવેલ શ્રીવિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિરમાંથી મળેલી સંવત ૧૭૨૨ વર્ષમાં લખાયેલ પ્રત ઉપરથી મળી છે. શદ્ધિપત્રક તૈયાર કરવામાં ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી મહારાજે બહુ મહેનત લીધી જણાય છે. આ ગ્રંથમાં પૂરાવાઓ સહિત આ પુસ્તક રચનાર શ્વેતાંબર કે દિગંબર સંપ્રદાયના હતા તેની દલીલ આપીને. કતાને શ્વેતાંબર સંપ્રદાયના સાબીત કરવામાં આવેલ છે.”—તા. ૧૩-૯-૩૦, “ એક શહેરી.”
–તા. ૨૦-૯-૩૦ ને દિને મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org