SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ભીલડીયાજી તીર્થ સ્ટેશને ઊતરી યાત્રિક ધર્મશાળા તરફ ચાલવા લાગે છે, કે તરત ઊત્તુંગ શિખરોથી ઘેરાયેલ મુખ્ય શિખર તેની નજરે પડે છે. પહેલી જ નજરે બાવન જિનાલય યુકત આ ચૈત્ય તેની આંખોમાં વસી જાય છે. ભવ્ય દ્વારમાંથી તે પ્રવેશે છે. અને સોપાન પંકિત ચઢતાં જ તોરણ દ્વારો અને નકશીકામથી ઓપતા સંગેમરમરના સ્થંભોથી શોભતો. ચોકી મંડપ આવે છે. બે બાજુ બાવન જિનાલયોની વિશાળ કોરી ડોર... વચ્ચે નૃત્ય મંડપને તે પછી વિશાળ નિજ મંડપ વિદ્યાદેવીઓના શિલ્પયુકત પ્રતિકોથી સોહતા વિશાળ ગુંબજની નીચે પથરાયેલો આ મંડપ એવો તો ભવ્ય લાગે છે ! પણ ના દર્શક આ મંડપની ભવ્યતા જોવા રોકાઈ શકે તેમ નથી, કારણકે સામે જ તીર્થાધિપતિ ભીલડીયાજી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમા દેખાય છે. ભકતની આંખો પ્રભુજીને શ્વેતાંજ ભાવ વિભોર બની જાય છે. વચ્ચે તીર્થાધિપતિ એક બાજુના ગભારે ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજી અને બીજી બાજુના ગભારે મહાવીર પ્રભુજી બાજુની બે ભવ્ય દેરીઓ પૈકીની એક દેરીમાં આદિનાથ પ્રભુની ભવ્ય વિશાળ નયનાકર્ષક મૂર્તિ બીજી દેવ કુલિકામાં નેમિનાથ પ્રભુની શ્યામ નયનહર મૂર્તિ... મઝાનું પરિસર જિનાલયની સામે ભવ્ય ભોજન ગૃહ અને જમણી બાજુ ઉપાશ્રય ધર્મશાળાનું વિશાળ કેમ્પસ... ડાબી બાજુ પાર્શ્વભકિત નગરની ઘર્મશાળા સંઘો વિગેરે માટે અહીં સંપૂર્ણ વ્યવસ્થા છે. પરિસર અહીંનું અતિભવ્ય છે. આજુબાજુની ગ્રામ્ય ભૂમિ પરિસરને મઝાનો સંસ્પર્શ આપે છે. ઈતિહાસ આ તીર્થનું પ્રાચીન નામ ભીમપલ્લી હતું. પરમાર્હત કુમાર પાળ મહારાજા [વિ.૧૧૯૯ થી ૧૨૩૦] ના સમયમાં ભીમપલ્લી માં વાઘેલા આઘિપત્ય હતું તેવો ઉલ્લેખ ‘સુકૃત સંકીર્તન' કાવ્યમાં મળે છે. ખોદકામ કરતાં જમીનમાંથી અત્યારે પણ દોઢ ફૂટની અને લગભગ આઠ કીલો વજનની ઈંટો મળી આવે છે. ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિ પણ જિનાલયની પાછળથી રોડનું કામ કાજ કરતાં મળી આવેલ... વિ. સં ૧૨૧૮ ના ફાગણ વદિ ૧૦ ના દિવસે આ. જિનચન્દ્ર સૂરિ મહારાજે આ. જિનપતિ સૂરિને અહીં શ્રી મહાવીર પ્રાસાદમાં દીક્ષિત કરેલ તેવો ઉલ્લેખ મળે છે. બાર અઢાર વીર જિનાલયે ફાગણ વિદે દશમીએ પવરે વરીય સંજય સિરીય. ભીમપલ્લી પુરે નંદીશ્વર ઢવિય જિણચંદ સૂરે ! આ. દેવેન્દ્રસૂરિ આ. સોમપ્રભ સૂરિ ઉપાઘ્યાય દેવ ભદ્રગણી અહીં યાત્રાર્થે પધાર્યા હતા. વિ. સં. ૧૩૮૩ આસપાસ. વિ. સં. ૧૨૭૩ માં આ. જગચ્ચન્દ્રસૂરિ વિગેરેએ અહીંની યાત્રા કરી હતી. મંત્રીશ્વર વસ્તુપાળે શ્રી પાર્શ્વનાથ સ્વામીના મંદિરોના જીર્ણોદ્વાર કરી રમણીય મંદિર બંઘાવ્યું હતું અને સુંદર કલામય રથ બનાવ્યો હતો. વિ. સં. ૧૨૮૭ લગભગ. વિ. સં. ૧૩૧૭ ના વૈશાખ સુદ ૧૦ના Jain Education International ૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy