SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય આચાર્ય શ્રી વર્ધમાન સૂરિ કૃત સ્વીપજ્ઞ ટીકા યુફત ધર્મરત્ન કરંડક નામનો ગ્રંથ પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આચાર્ય વર્ધમાન સૂરિ એ સાંપ્રત ગ્રંથ વિ. સં. ૧૧૭ર માં રચ્યો છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલ હોવા છતાં સરળ અને સુબોધ છે. ગ્રંથમાં ધર્મને લગતા જુદાં જુદાં ૨૦ વિષયો ઉપર વિવેચન કરવામાં આવ્યું છે. માનવ જીવન માં આવશ્યક હોય તેવા ગુણો ઉપર કથાઓ સહિત ઉપદેશ આપવામાં આવ્યો છે. આથી આ ગ્રંથમાં લગભગ ૫૦ જેટલી જૂદી જૂદી કથાઓનો તથા અનેક સુભાષિતો નો સંગ્રહ છે જેથી ગ્રંથ રોચક બન્યો છે. કથા સાહિત્ય ઉપર અભ્યાસ કરનારને આ ગ્રંથમાંથી ખૂબ સામગ્રી મળી શકશે તેવી આશા છે તથા ધાર્મિક સિદ્ધાન્તો નો અભ્યાસ કરનાર અને સંસ્કૃત ભાષાના અભ્યાસીને પણ આ ગ્રંથ ઉપયોગી થશે તેવી આશા છે. પ્રસ્તુત ગ્રંથ ઘણાં સમય થી અનુપલબ્ધ હતો. પૂર્વે પ્રકાશિત થયેલ ધર્મરત્ન કરંડક અશુદ્ધ અને જૂની પદ્ધતી એ છપાયેલ હતો જેથી તેનું પુન:સંપાદન આવશ્યક હતું. આ ગ્રંથના પુન:સંપાદનનું કાર્ય પૂ. મુનિશ્રી મુનિચંદ્ર વિજયજી એ હાથ ધર્યું. તેઓશ્રીએ અનેક હસ્તપ્રતો ને આધારે મૂળગ્રંથ ને શુદ્ધ કરી, પાઠાંતર તથા પરિશિષ્ટ સહિત ગ્રંથનું સંપાદન કર્યું છે. પૂ. મુનિશ્રી સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના વિદ્વાનું છે. તેઓ શ્રી એ ખૂબજ મહેનત પૂર્વક આ ગ્રંથનું સંપાદન કર્યું છે. તથા આ ગ્રંથના પ્રકાશનનો અવસર અમને આપ્યો છે તે બદલ અમે તેમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ગ્રંથ ના પ્રકાશન કરવામાં શ્રી ભીલડિયાજી જૈન તીર્થની પેઢીએ તથા પેઢીના ટ્રસ્ટીઓ એ ખૂબ જ રસ લીધો છે. તેમનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો જેથી પ્રકાશન કાર્ય સુકર બન્યું છે. આ માટે અમે તેમને આભાર માનીએ છીએ. આ ગ્રંથના કંપોઝ તથા મુદ્રણ કાર્ય માં સહયોગ આપવા બદલ શ્રી નિમેષ શાહ તથા રાકેશ ભાઈ નો પણ આભાર માનીએ છીએ. તા. ૮. ૪. ૯૪ અમદાવાદ જિતેન્દ્ર બાબુલાલ શાહ ડાયરેકટર શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy