SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કયારેક અમે પણ અઘરા શબ્દોના અર્થ શબ્દકોષ વગેરેના આધારે ટિપ્પણમાં આપ્યા છે. (પૃ. ૨૬/ ટિ. ૧, ૪૪/ ટિ. ૨, ૩૮/ ટિ. ૧) જ્યારે હસ્તપ્રતોનાં પાઠ કરતાં મુ. માં ભિન્ન પાઠ હોય છે ત્યારે અમે મોટાભાગે હસ્તપ્રતને અનુસર્યા છીએ. મૂળમાં સ્વીકારેલ પાઠ કઈ કઈ પ્રતોનો છે અને મુ. માં શું પાઠ છે તે કયારેક કયારેક ટિપ્પણમાં અમે બતાવ્યું છે. જેમ કે પૃ. 1 ટિપ્પણમાં નિર્દિષ્ટ BPJCD સંશક પ્રતોમાં હેતુ પર છે. અને કુ. માં રેત પાઠ કયારેક કોઈ એક કે વધુ પ્રતોનો પાઠ સ્વીકાર્યો છે અને અન્ય પ્રત કે પ્રતોના પાઠભેદ અને . નો પાઠભેદ ટિપ્પણમાં આપ્યા છે. પૃ. ૬૬ ટિ. ૧ વગેરે. વ્યાકરણ આદિના નિયમસર કે કથાના પ્રસંગને અનુલક્ષીને અમે હસ્તપ્રતિઓ અને મુ. ના પાઠથી ભિન્ન પાઠ સ્વીકાર્યો છે ત્યાં ટિપ્પણમાં પ્રતિઓ અને મુ. ના પાઠભેદ પ્રાયઃ આપ્યા છે. પૃ. ૨૮/ ટિ. ૧, ૩૩/ ટિ. ૧, ૪૩/ ટિ. ૧, ૬૩/ ટિ. ૧-૨, ૬૯ ટિ. ૧, ૩૦૮, ટિ. ૨ વગેરે. કયારેક મૂળપાઠ સુધારવા જેવો લાગે ત્યારે સુધારો () આવા ગોળાકાર કૌંસમાં અને જ્યારે મૂળપાઠમાં કંઈક ઉમેરવાની જરૂર જણાય ત્યારે આવા ઉમેરા [] અમે આવા ચોરસ કૌસમાં આપ્યા છે. પૃ. ૪૩/ ગાથા ૭૭, ૮, પૃ. ૧૬૦/ પંકિત ૭, ૧૨, પૃ. ૩૦/ પંકિત રર વગેરે. અન્ય ગ્રંથોની વિશેષ બાબતો નોંધવા જેવી લાગી ત્યાં ટિપ્પણમાં જણાવી છે. પૃ. ૮/ ટિ. ૧, પૃ. ૩૬૪/ ટિ. ૧. વગેરે કથા કે અવતરણોની અન્ય ગ્રન્થ જોડે તુલના પણ કરી છે. પૃ. ૩૭૭/ ટિ. ૧, પૃ. ૪૨, ટિ. ૧. ઋણસ્વીકાર-આભાર-ધન્યવાદ. પૂજ્યપાદ યુગમહર્ષિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા અને તેઓશ્રીના પટ્ટપ્રભાવક સંઘ એકતા શિલ્પી પૂ. આચાર્ય ભ. શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપા અને વર્ધમાન તપોનિધિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. અરવિંદસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. ભ. યશોવિજયસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ શ્રી જિનચન્દ્રવિજયજી મ. સા. આદિના શુભાશિષના બળે આ સંપાદન કાર્ય થઈ શકયું છે. પૂજ્યપાદ પ્રવર્તક મુનિરાજશ્રી જંબૂવિજયજી મ. સા. નું માર્ગદર્શન પણ અવારનવાર મળતું રહે છે. ઉપકારી વડીલોના ચરણોમાં ભાવભરી વંદના. સંપાદનનું આ અતિ શ્રમસાધ્ય કાર્ય રળીયામણું બનાવવામાં ઝાઝા હાથોએ સહયોગ આપ્યો છે. પ્રફ સંશોધન દ્વારા ઝીણવટભર્યું શુદ્ધિકરણ કરવામાં પૂ. પં. શ્રી શીલચન્દ્રવિજયજી ગણિવર (શાસન = =૧૬]= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy