SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત સંસ્કરણ ઘણાં વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રન્થનું પ્રસ્તુત સંસ્કરણ પૂર્વસંસ્કરણ કરતાં ઘણી ઘણી વિશિષ્ટતાઓ ધરાવે છે. પૂર્વસંસ્કરણની અમે કુ. સંજ્ઞા મળે છે. પ્રસ્તુત સંસ્કરણમાં મૂળ સ્લોક, ટીકા, પ્રતીક, અવતરણ, વિશેષનામ, વગેરેના ટાઈપો સુગમતા ખાતર ભિન્ન ભિન્ન રાખવામાં આવ્યા છે. જ્યાં બે કે વધુ ગાથાઓનો અર્થ પરસ્પર સંકળાયેલો હોય ત્યાં ત્યાં મુ. માં (પૂર્વસંસ્કરણમાં) યુ ત્રિ િન વગેરે ઉમેરવામાં આવેલું છે. હસ્તપ્રતોમાં આવું કશું ન હોવાથી અમે તે કાઢી નાખ્યું છે. કથાના વર્ણન વગેરેમાં જ્યાં કંઈ ખૂટતું જણાય ત્યાં પં. હીરાલાલ હંસરાજે પોતે બ્લોક કે શ્લોકાર્થ બનાવી મુ. માં ઉમેરી દીધો હોય છે. અમે આવા ઉમેરાઓને [] આવા ચોરસ કસમાં મુક્યા છે. (પૃ. ૮/બ્લોક ૧૩૦, ૧૪૮/બ્લોક ૧૭૭, ૧૮/બ્લોક ૧૯, ૧૯૧/શ્લોક ૧૫૫ વગેરે.) એવી રીતે પં. હીરાલાલે અપરિચિત શબ્દોના સ્થળે પરિચિત શબ્દો મુ. માં મુકી દીધા છે. જેમ કે વિપુ ના સ્થળે નારીy. અમે હસ્તપ્રત અનુસાર પાઠ રાખ્યો છે. પ્રાકૃત કે અપભ્રંશની ગાથાઓ અશુદ્ધ મળતી હોય ત્યારે મુ. માં (પૂર્વસંસ્કરણમાં) લેવામાં નથી આવી. અમે હસ્તપ્રતોમાં મળતી ગાથાઓને યથાશય શુદ્ધ કરીને આપી છે. જુઓ પૃ. ૨૩૭ ટિ. ૧. આવી જ રીતે મુ. માં (પૂર્વસંસ્કરણમાં) છુટી ગયેલ શ્લોક આદિ પણ આ સંસ્કરણમાં લઈ લેવામાં આવ્યા છે. (પૃ. ૧૯૦ ટિ. ૧) અહીં ધ. ૨. ક. માં અનુષ્ટ્રપ શ્લોકના કોઈ કોઈ ચરણો આઠના બદલે ૭ કે ૯ અક્ષરમાં ગ્રંથકારે રચ્યા છે. મુ. માં પં. હીરાલાલે ઘણા ઠેકાણે ફેરફાર કરી આઠ અક્ષરના ચરણો કર્યા છે. અમે હસ્તપ્રત અનુસાર મૂળમાં પાઠ સ્વીકાર્યો છે. અથવા હસ્તપ્રતનો પાઠ ટિપ્પણમાં આપ્યો છે. (પૃ. ૪૧/ ટિ. ૨, ૪૨/ ટિ. ૧, ૧૬૫/ ટિ. ૧, ર૦૩/ ટિ. ૧ વગેરે) ગ્રંથમાં આવતાં અવતરણો ને મૂળ સ્થળ સાથે કે અન્યગ્રંથમાં અવતરણ તરીકે ઉદ્વરેલા હોય તેવા સ્થળે મેળવતાં કંઈ પાઠભેદ કે વિશિષ્ટતા નોંધવા જેવી લાગી છે તો તે તે સ્થળે ટિપ્પણમાં આપી છે. (પૃ. ૩૨, ટિ. ૧, ૩૩/ ટિ. ૨, ૪૨, ટિ. ૨-૩, ૪૪/ ટિ. ૧, ૧૩૯/ ટિ. ૧, ૨૧૫/ ટિ. ૧, ૨૬૮/ ટિ. ૧, ૨૭૧/ ટિ. ૧ વગેરે) J સંજ્ઞક પ્રતિમાં ક્યાંક કયાંક અઘરા શબ્દોના અર્થો બાજુના હાંસિયામાં આપેલા છે. આમાંથી અમને ઉપયોગી લાગ્યા તે ટિપ્પણમાં આપ્યા છે. (પૃ. ૪૧, ટિ. ૧, ૪૨/ ટિ. ૨, ૭૨/ ટિ. વગેરે) ૧. પૃ. ૩૮૫ ગાથા ૧-૨-૩ અને પૃ. ૩૮૬ ગાથા ૧-૨-૩ આ બધી ગાથાઓ પૂર્વસંકરણમાં નથી. Jain Education International ======૫ = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy