________________
३९
મૂકીને જોમવંતી બનાવી છે. કવિએ ઠેર ઠેર જૈન ધર્મ વિષયક અનેક સિદ્ધાંતોને તો સુભાષિતોમાં ગૂંથ્યાં જ છે, પરંતુ તે ઉપરાંત સામાન્ય નૈતિક ઉપદેશ આપતા અનેક સુભાષિતો પણ આપ્યાં છે. (જુઓ પરિશિષ્ટ-૯) આમ સુદર્શનાચરિત્રની ભાષા તેના ઉપદેશાત્મક કથાસ્વરૂપે અનુરૂપ છે.
છંદ :- સુદર્શનાચરિત્રમાં મુખ્યત્વે પ્રસિદ્ધ ગાથા છંદ પ્રયોજાયો છે. જ્યાં સંસ્કૃત ભાષામાં નિરૂપણ થયું છે, ત્યાં બહુધા અનુષ્ટુપ છંદ વપરાયો છે. એક વાર (૩૮૧ માં) ઇન્દ્રવજ્રા છંદ પ્રયોજાયો છે. ગાથા ક્રમાંક - ૧૨૫૮૫૯ અને ૧૩૫૫-૬૭માં ગાથા (સં. આર્યા) છંદ પ્રયોજાયો છે.
કૃતિમાં બે વાર અપભ્રંશ ભાષા પ્રયોજાઈ છે, તેમાં છંદનું બંધારણ નીચે મુજબ જોવા મળે છે.
ગાથા ક્રમાંક-૧૪૪૦-૧૪૫૦ અને ૧૫૨૭/૧ માં ૧૭, ૧૭ માત્રાના ૪ ચરણ અને અન્ત્યાનુપ્રાસ જોવા મળે છે.
ગાથા ક્રમાંક-૧૫૨૭/૨ માં ચાર ચતુષ્કલ ૧૬ માત્રાના એવા ચાર ચરણ અને અન્ત્યાનુપ્રાસ જોવા મળે છે.
ધર્મનિરૂપણ
સુ. ચ. ના કથાપોતના વણાટનો મુખ્યતંતુ જ ધર્મોપદેશ છે. કથામાં આવતાં મુખ્યપાત્રોના ચરિત્રનિરૂપણમાં કુશળતાપૂર્વક ઉપદેશને ગૂંથવામાં કવિ સફળ રહ્યા છે. જૈન ધર્મના સિદ્ધાંત અને આચારવિષયક લગભગ બધાં જ મુખ્ય પાસાંઓને તેઓ સ્પર્ષા છે. સાથે સાથે લોકાચાર, ધાર્મિક ઉત્સવો અને મંદિરની પ્રતિષ્ઠાવિધિની વિગતો પણ વર્ણવાઈ છે. સામાન્ય પ્રજાને કથારસ સાથે ઉપદેશ આપવો અને કૃતિના સાહિત્યિક તથ્યની પણ જાળવણી કરવી મુશ્કેલ છે. પરંતુ કવિની વિશેષતા એ છે કે તેઓ આ બધું ખૂબ સરળ ભાષામાં અને સચોટ ઉદાહરણો દ્વારા દર્શાવી શક્યા છે. સિદ્ધાંતોનું આલેખન સરળ અને સંક્ષિપ્ત (નવતત્ત્વ-ગાથા. ૬૮૯-૯૪; જીવના પ્રકારો ૬૮૩-૮૮) તેમજ આચાર નિરૂપણ કંઈક વિસ્તૃત રીતે કરવામાં આવ્યું છે. દાન તેમજ જ્ઞાન, દર્શન, ચરિત્રનું અતિ વિસ્તૃત નિરૂપણ ક્યારેક નીરસ બની રહે છે.
વિવિધ પ્રકારના તપ (૧૩૭૯-૧૩૮૪); નવકાર પ્રભાવ (૫૭૧૭૬, ૧૧૩૭-૧૧૪૬); પ્રતીકાત્મક યજ્ઞ (૪૩૧-૪૩૮); અરિહંતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org